શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 13 ઑગસ્ટ 2018 (13:15 IST)

આ રીતે મુકશો તિજોરી તો પૈસાની કમી નહી આવે

દરેકના ઘરમાં પૈસા મુકવાનુ કોઈને કોઈ સ્થાન તો  હોય છે  મોટાભાગના લોકો પોતાના ધનને સુરક્ષિત રાખવા માટે તિજોરી કે કબાટનો ઉપયોગ કરે છે. ક્યારેક ક્યારે એવુ થાય છેકે લોકો સારુ કમાવવા છતા પણ દરેક સમયે આર્થિક પરેશાનીમાં રહે છે.. 
 
તેનુ મુખ્ય કારણ હોય છે ઘરમાં મુકેલી તિજોરી કે કબાટ, જેમા ધન મુકવામાં આવ્યુ છે.  આ કબાટ કે તિજોરીને ખોટી દિશામાં મુકવાથી હાનિ થઈ શકે છે. તેનુ સ્થાન જો તિજોરી કે કબાટને યોગ્ય દિશામાં ન મુકવામાં આવે તો તે વ્યક્તિને ક્યારેય ધનની કમી થતી નથી. સાથે જ ધનના નવા નવા સ્ત્રોત પણ બનવા માંડે છે.  ઘર કે દુકાનમાં તિજોરી મુકતી વખતે આ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
તિજોરી કે કબાટનુ મોઢુ દરવાજા તરફ ન હોવુ જોઈએ. તેનાથી તિજોરીમાં ધન રોકાતુ નથી અને ફાલતૂ ખર્ચ થાઅય છે. 
તિજોરી કે કબાટનું મોઢુ દક્ષિન દિશા તરફ ન ખુલવુ જોઈએ. સાથે જ આ દિશામાં તિજોરીની અંદર રૂપિયા પૈસા મુકવાથી પણ બચવુ જોઈએ. 
તિજોરી કે કબાટ ને જમીનથી થોડી ઊંચાઈ પર મુકો. આ માટે લાકડીના પાર્ટ કે સ્ટેંડનો ઉપયોગ કરી શકાય છે. 
તિજોરી કે કબાટની નીચે રોજ સફાઈ જરૂર કરો. લક્ષ્મીજી સાફ સફાઈના સ્થાન પર રહેવુ પસંદ કરે છે. 
તિજોરી કે કબાટનો રંગ ઘટ્ટ લાલ કે ઘટ્ટ લીલો ન હોવો જોઈએ 
તિજોરી કે કબાટ ને ઉત્તર પૂફ્વ દિશામાં મુકો.  તેના બદલે તિજોરી મુકવા માટે દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશા આદર્શ માનવામાં આવે છે. 
સૌથી મહત્વની વાત છે કે કબાટ કે તિજોરીને ક્યારેય ખાલી ન મુકો. તેમા લક્ષ્મી-ગણેશ કે પછી વિષ્ણુ ભગવાનની તસ્વીર વગેરે મુકવાથી હંમેશા બરકત કાયમ રહે છે.  
તિજોરી પર ક્યારેય કાચ ન લગાવો અને જો લગાવી પણ હોય તો તેને લીલા રંગના કપડાથી ઢાંકી દો.