શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

અંક વાસ્તુ : જન્મ તારીખ મુજબ લકી દિશામાં મુકો 1 વસ્તુ , વધશે GOOD LUCK

વાસ્તુ શાસ્ત્ર અને અંકોના ખાસ સંબંધ ગણાય છે. વાસ્તુની દરેક દિશાના સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. . જો અંકોને  ધ્યાનમાં રાખતા એમની સાથે  સંબંધિત દિશામા 1-1 વસ્તુ મુકવામાં આવે  તો એનાથી ઘણા લાભ થાય છે. 
 
એ માટે  તમારે તમારી જન્મ તારીખનો  સિંગલ ડિજીટ નંબરમાં કાઢવો  પડશે. 
 
એટ્લે કે તમારી જન્મ તારીખ  12 છે તો તમારા અંક લકી નંબર થશે = 3 
 
જો તમારી જન્મ તારીખ છે 29 તો અંક થશે 2+9 = 11  આ બે અંકોના ફરી સરવાળા કરો 1 + 1 =2 

ગ્રહ સૂર્ય                                        લકી દિશા-પૂર્વ 
 
જે લોકોનો જન્મ અંક 1 છે તેમણે  પૂર્વ દિશામાં વાંસળી રાખવી જોઈએ. 

 
ગ્રહ ચંદ્રમા                                             લકી દિશા- ઉત્તર પશ્ચિમ 
જે લોકોના જન્મ અંક 2 હોય છે તેમણે ઘરની આ દિશામાં સફેદ રંગના શો-પીસ રાખવા જોઈએ. 

 
       ગ્રહ- બૃહસ્પતિ                                લકી દિશા- ઉત્તર-પૂર્વ 
જે લોકોના જન્મ અંક 3 હોય , તેમણે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ રાખવા જોઈએ.  

 
    ગ્રહ- રાહુ                             લકી દિશા- દક્ષિણ-પશ્ચિમ 
જે લોકોના જન્મ અંક 4  હોય , તેમણે ઘરની દક્ષિણ-પશ્ચિમ  દિશામાં અરીસો લગાવવો જોઈએ. 
 

 
          ગ્રહ- બુધ                   લકી દિશા- ઉત્તર 
જે લોકોના જન્મ અંક 5 હોય , તેમણે ઘરની ઉત્તર દિશામાં લક્ષ્મી કે કુબેરની મૂર્તિ રાખવી જોઈએ . 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

        ગ્રહ- શુક્ર                                 લકી દિશા- દક્ષિણ-પૂર્વ 
જે લોકોના જન્મ અંક 6  હોય, તેમણે ઘરની દક્ષિણ-પૂર્વ  દિશામાં મોરપીંછ રાખવુ જોઈએ . 
 

   ગ્રહ- બૃહસ્પતિ                                 લકી દિશા- ઉત્તર-પૂર્વ 
જે લોકોના જન્મ અંક 7  હોય , તેમણે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ રાખવો જોઈએ . 
 

 
   ગ્રહ- શનિ                                                  લકી દિશા- પશ્ચિમ 
જે લોકોના જન્મ અંક 8   હોય , તેમણે ઘરની પશ્ચિમ દિશામાં કાળા રંગના ક્રિસ્ટલ રાખવા જોઈએ . 

 
   ગ્રહ- મંગળ                                                  લકી દિશા- દક્ષિણ 
જે લોકોના જન્મ અંક 9 હોય , તેમણે ઘરની દક્ષિણ દિશામાં પિરામિડ રાખવા જોઈએ .