શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 8 જુલાઈ 2015 (15:50 IST)

ઘરની દિશાઓના અશુભ પ્રભાવથી બચવા માટે જાપો આ મંત્ર

વાસ્તુ વિજ્ઞાન મુજબ દરેક દિશાના જુદા-જુદા સ્વામી ગ્રહ અને દેવતા હોય છે. આ રીતે વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશામાં વાસ્તુ દોષ થતા દિશાથી સંબંધિત ગ્રહ અને દેવતાને મંત્રોના જાપ કરો. ઈશાન દિશાનું  વાસ્તુ દોષ દૂર કરો. ઈશાન દિશા એટલે કે ઉત્તરી પૂર્વના સ્વામી બૃહસ્પતિ છે , અને દેવતા છે ભગવાન શિવ . આ દિશાના અશુભ પ્રભાવને દૂર કરવા માટે નિયમિત રૂપથી ગુરૂ મંત્ર "ઓમ બૃં બૃંહસ્પત્યે નમ:" મંત્રના જાપ કરો. સાથે જ શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમ: શિવાયના 108 વાર જાપ કરવાથી લાભ પ્રાપ્ત થશે. 
 
પૂર્વ દિશાના વાસ્તુ ઉપચાર:  ઘરના પૂર્વ દિશાના વાસ્તુ દોષથી પીડિત થતા આ દોષને દોષ મુક્ત કરવા માટે દરરોજ સૂર્ય મંત્ર ઓમ હ્રાં હ્રીં હૌં સ: સૂર્યાય નમ : ના જાપ કરો. આ દિશાના સ્વામી સૂર્ય દેવતા છે. આ મંત્રના જાપથી સૂર્યના શુભ અસરમાં વૃદ્ધિ થાય છે. જેથી માણસ માન -સન્માનના સાથે જ યશની પ્રાપ્તિ કરે ચે. ઈન્દ્ર પૂર્વ દિશાના દેવતા છે. દરરોજ 108 વાર ઈંદ્ર મંત્ર ઓમ ઈન્દ્રાય નમ:ના જાપ કરવું પન આ દિશાના દોષને દૂર કરે છે. 
 
આગ્નેય દિશાના ઉપચાર : આગ્નેય દિશાના સ્વામી ગ્રહ શુક્ર અને દેવતા અગ્નિ છે. આ દિશામાં વાતુ દોષ થતા શુક્ર અને અગ્નિના મંત્રના જાપ લાભદાયક થશે. શુક્રનો  મંત્ર છે ઓમ શુક્રાય નમ : અગ્નિનો મંત્ર છે "ઓમ અગ્નેય નમ : આ દિશાને દોષ મુક્ત રાખવા માટે આ દિશામાં પાણીના ટાંકી, નળ,  શૌચાલય અને અભ્યાસ કક્ષ ન હોવો  જોઈએ.  
 
દક્ષિણ દિશાના મંત્ર અને દેવતા : દક્ષિણ દિશાના સ્વામી ગ્રહ મંગળ અને દેવતા યમ છે. દક્ષિણ દિશામાં વાસ્તુ દોષ મુક્ત  થવા માટે નિયમિત ઓમ અંગાકારાય નમ : મંત્રનો  108 વાર જાપ કરવો લાભપ્રદ થશે. આ મંત્રથી મંગળના કુપ્રભાવથી બચી શકાય છે. આ મંત્રના જાપના કુપ્રભાવથી બચી શકાય છે. ઓમ યમામ નમ: મંત્રથી  આ દિશાના દોષ સમાપ્ત થઈ જાય છે.

નૈત્રૃત્ય દિશાને શુભ બનાવવાના મંત્ર . નૈઋત્ય દિશાના સ્વામી રાહુ ગ્રહ છે. ઘરમાં આ દિશા દોષપૂર્ણ હોય અને  કુંડળીમાં રાહુ અશુભ બેસ્યા હોય તો રાહુની દશા માણસ માટે કષ્ટદાયી થઈ જાય છે. આ દોષ મુક્તિ માટે રાહુ મંત્ર ઓમ રાં રાહવે નમ : મંત્રનો  જાપ કરો. આથી વાસ્તુ દોષ અને રાહુના ઉપચાર પણ થઈ જાય છે. શનિના મંત્રથી આ દિશાને શુભ પશ્ચિમ શનિની દિશા છે. આ દિશાના દેવતા વરૂણ દેવ ,  આ દિશામાં કિચન ક્યારે પણ નહી બનાવા જોઈએ. આ દિશામાં વાસ્તુ દોષ થતા શનિ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમ: ના નિયમિત જાપ કરો. આ મંત્રના જાપથી શનિના કુપ્રભાવથી દૂર રહી શકાય છે. 
 
 
વાયવ્ય દિશાને શુભ બનાવવા માટે મંત્ર- ચન્દ્ર આ દિશાના સ્વામી ગ્રહ છે , આ દિશા દોષપૂર્ણ થતા પર મન ચંચળ રહે છે. અને સાથે જ સાથે ઘરમાં રહેતા લોકો શરદી અને છાતીથી સંબંધિત રોગથી પરેશાન હોય છે. આ દિશાના દોષ દૂર કરવા માટે ચન્દ્ર મંત્ર ઓમ ચંદ્રમસે નમ:ના જાપ લાભકારી સિદ્ધ થાય છે. કુબેરની દિશાને બનાવો શુભ . 
 
ઉત્તર દિશાના દેવતા ધનના સ્વામી કુબેર છે. આ દિશા બુધ ગ્રહના પ્રભાવમાં આવે છે. આ દિશાને દૂષિત થતા માતા અને ઘરમાં રહેતી મહિલાઓને કષ્ટ હોય છે . આર્થિક મુશ્કેલીઓના પણ સામના કરવું પડે છે. આ દિશાને વાસ્તુ દોષથી  મુક્ત કરવા માટે ઓમ બુધાય  નમ: યા ઓમ કુબેરાય નમ : મંત્રના જાપ કરો. આર્થિક સમસ્યાઓમાં કુબેરના મંત્રના જાપ વધારે લાભકારી હોય છે.