શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

ઘરમાં નેગેટિવ શક્તિઓનો પ્રવેશ રોકી શકે છે - એક ચપટી સિંદૂર

હિંદૂ ધર્મમાં સિંદૂર પરિણીત હોવાની  નિશાની છે અને પરિણીત મહિલાઓ એમના પતિની લાંબી વય માટે માંગમાં ભરે  છે. માન્યતા છે કે દેવી પાર્વતીએ એમના પતિના માન માટે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. આથી સિંદૂરને દેવી પાર્વતીનું  પ્રતીક ગણી સુહાગન સ્ત્રી પોતાના માથા પર સજાવે છે અને સદા સુહાગન રહેવાનુ વરદાન દેવી પાસે માંગે છે. 
 
ઘણા લોકો ઘરના મુખ્ય દ્બાર પર સરસવના તલનું  તેલ અને સિંદૂર મિક્સ કરી સ્વાસ્તિક ચિન્હ અને શુભ -લાભ લખે છે . જેથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે . સરસવનુ તેલ શનિ દેવનું  પ્રતિનિધિત્વ કરે છે. તેમને આ ખૂબ પ્રિય છે. ઘરને ખરાબ અસરથી બચાવે  છે. 
 
વાસ્તુ મુજબ મુખ્ય દ્વાર પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નેગેટીવ શક્તિઓ પ્રવેશ નહી કરી શકે  છે અને વાસ્તુદોષ પણ સમાપ્ત થાય છે.