શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

ધનવાન થવા માટે અપનાવો આ ઉપાય

P.R
વ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળે અથવા તો કર્મના બળે. પણ ક્યારેક ક્યારેક આ બંને બળ સમાપ્ત થઈ જાય છે. તો કહેવાય છે કે નિર્બળના બળ રામ કરો કોઈ ઉપાય.

ધન પ્રાપ્તિ માટે કેટલાક યોગ લક્ષ્મી માતાની પૂજા કરાવે છે. કેટૅલાક તુલસીનો છોડ ઘરમાં મુકીને રોજ સવાર સાંજ ઘી નો દીવો લગાવે છે અને કેટલાક લોકો દરેક શુક્રવારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ વહેંચે છે. પણ અહી રજૂ કરીએ છીએ કેટલાક જુદા ઉપાયો.

1. લક્ષ્મીનું પ્રતિક કોડીઓ - પીળી કોડીની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. થોડી સફેદ કોડીઓને કેસર કે હળદરના પાણીમાં ડૂબાડી તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં આવેલ તિજોરીમાં મુકો. કોડીઓ ઉપરાંત એક નરિયળની વિધિ-વિધાનથી પૂજા કરી તેને ચમકતા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મુકી દો.

2. શંખનુ મહત્વ : શંખ સમુદ્ર મંથનના સમયે પ્રાપ્ત ચૌદ અણમોલ રત્નોમાંથી એક છે. લક્ષ્મીની સાથે ઉત્પન્ન થવાથી તેને લક્ષ્મી ભ્રાતા(ભાઈ) પણ કહેવાય છે. એ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર મુકો.

3. પીપળાની પૂજા: દર શનિવારે પીપળને પાણી ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વધારો થશે.

4. ઈશાન ખૂણો ; ઘરનો ઈશાન ખૂણો હંમેશા ખાલી મુકો. બની શકે તો ત્યા પાણીથી ભરેલુ એક પાત્ર મુકો. તમે ઈચ્છો તો ત્યાં કળશ પણ મુકી શકો છો.

5. વાંસળી મુકો ઘરમાં : વાંસમાંથી બનેલી વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી મુકી હોય છે ત્યાં લોકોનો પરસ્પર પ્રેમ બન્યો રહે છે અને સાથે જ સુખ-સમૃદ્ધિ પણ કાયમ રહે છે.