બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 23 જુલાઈ 2014 (16:29 IST)

બાલકની માટે વાસ્તુ ટિપ્સ

એક બિલ્ડિંગમાં બાલકનીનુ ખૂબ મહત્વ છે. બાલકની મોટાભાગે બેડરૂમ કે અન્ય રૂમ સાથે જોડાયેલ હોય છે. બાલકની બનાવવાનો ઉદ્દેશ્ય હોય છે કે લોકો સહેલાઈથી બેસીને તાજી હવામાં એંજોય કરી શકે.  બાલકની એક છત પર નથી હોતી.  બાલકની મકાનમાં રહેનારા લોકોને વરસાદ તાપ અને વાવાઝોડાથી બચાવે છે. જાણો બાલકની ડિઝાઈન માટે કેટલીક વાસ્તુ ટિપ્સ. 
 
1. બાલકની ઘરના પૂર્વ કે ઉત્તરી દિશામાં બનાવવી જોઈએ. 
2. સૂરજની સીધી રોશનીવાળા સ્થાન બાલકની માટે સૌથી યોગ્ય સ્થાન માનવામાં આવે છે. 
3. બિલ્ડિંગની દક્ષિણ કે પશ્ચિમ બાજુ બાલકનીનુ નિર્માણ ન કરવુ જોઈએ. 
 
બાલકનીમાં ફર્નીચરની વ્યવસ્થા 
 
1. બાલકનીમાં બેસવા માટે ફર્નીચર પશ્ચિમી કે દક્ષિણ ખૂણામાં રાખવા જોઈએ. 
2. જો તમે બાલકનીમાં હિંચકો મુકવા માંગો છો તો હિંચકા પર બેસનારા વ્યક્તિનુ મોઢુ ઉત્તર કે દક્ષિણ દિશામાં હોવુ શુભ માનવામાં આવે છે. 
3.જો તમે તમારી બાલકનીમાં નાનકડો છોડ રાખવા માંગો છો તો તે પૂર્વ અને ઉત્તર દિશામાં રાખો 
4. બાલકનીમાં નાનકડા છોડ રાખવા જોઈએ. મોટા છોડ રાખવાથી બચવુ જોઈએ. કારણ કે મોટા છોડ કે બેલ પ્રકાશમાં અવરોધ નાખે છે. 
 
બાલકનીની ઊંચાઈ 
 
1. બાલકનીની ઊંચાઈ મુખ્ય છતની નીચે હોવી જોઈએ. 
2. બાલકની ક્યારેય પણ બંધ છાપરાની ન બનાવવી જોઈએ તેને બદલે તમે તેના પર જાળી લગાવી શકો છો.