શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 21 જુલાઈ 2014 (18:02 IST)

માછલીઓ દ્વારા ભાગ્ય ચમકાવો અને ધન તેમજ સુખ મેળવો

માછલીઓને તમે સામાન્ય જળીય જીવ માનવાની ભૂલ ન કરશો. માછલીઓમાં એવી શક્તિઓ હોય છે જે ઘરમાં રતેલ વર્તમાન નકારાત્મક ઉર્જાને દૂર કરીને સુખ અને સમૃદ્ધિ લાવે છે.  
 
આ તમને સંકટથી બચાવે છે. આ જ કારણ છે કે વાસ્તુ અને ફેંગશુઈમાં એક્વેરિયમ મતલબ માછલીઘર મુકવાની સલાહ આપવામાં આવી છે. 
 
અકવેરિયમમાં માછલીઓની સંખ્યાનુ ધ્યાન રાખો 
 
ફેગશુઈ મુજબ એક્વેરિયમમાં માછલીઓની સંખ્યાનુ ખૂબ જ મહત્વ છે. અક્વેરિયમમાં ઓછામાં ઓછી નવ માછલીઓ હોવી જોઈએ. 
 
આઠ માછલીઓ લાલ અથવા સોનેરી રંગની હોવી જોઈએ જ્યારે કે એક માછલી કાળા રંગની હોવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સંખ્યા બતાવાઈ છે. આ જ કારણ છે કે ફેંગશુઈમાં નવ માછલીઓ એક્વેરિયમમાં મુકવાની વાત કહેવામાં આવે છે. 
 
 
ત્યારે લાવો નવી માછલી 
 
જ્યારે કોઈ માછલી મરી જાય ત્યારે તેને એક્વેરિયમમાંથી બહાર કાઢી લો અને તેના સ્થાન પર નવી માછલી લાવીને મુકી દો. ધ્યાન રાખો કે જે રંગની માછલી મરી જાય એ જ રંગની માછલી લાવો. 
 
ફેંગશુઈ મુજબ જ્યારે કોઈ માછલી મરે છે તો તમારા ઘર પર આવનાર વિપત્તિયોને સાથે લઈને જાય છે. તેથી એક્વેરિયમમાં માછલી મરવાથી પરેશાન થવાની જરૂર નથી. 
 
ધન વૃદ્ધિ માટે ક્યા મુકશો એક્વેરિયમ  
 
ફેંગશુઈ મુજબ એક્વેરિયમને પૂર્વ ઉત્તર અથવા ઉત્તરપૂર્વમાં મુકો. તેને બેડરૂમમાં અથવા કિચનમાં ન મુકવી  જોઈએ. આનાથી સંપત્તિનુ નુકશાન થાય છે. દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ કાયમ રાખવા માટે તેને મુખ્ય દરવાજાની ડાબી બાજુએ મુકો. 
 
અહી એક્વેરિયમ મુકવાથી પતિનુ મન ચંચલ રહે છે 
 
એક્વેરિયમ જમણી બાજુ મુકવાથી ઘરના પુરૂષનુ મન ચંચલ થાય છે અને પારકી સ્ત્રીઓ પ્રત્યે તેમનુ આકર્ષણ વધે છે. દિશા નક્કી કરવાની રીત એ છે કે ઘરની અંદર મુખ્ય દરવાજી તરફ મોઢુ કરીને ઉભા રહો.જે ભાગ તમારા જમણી બાજુ હશે એ ડાબી બાજુ કહેવાશે અને બીજો ભાગ જમણો કહેવાશે.