શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 જૂન 2014 (15:40 IST)

વાસ્તુ અપનાવો વેપાર વધારો

વાસ્તુ અપનાવો વેપાર વધારો

માનવીની સમૃદ્ધિમાં ભાગ્ય અને વાસ્તુનો બરાબરીનો સંબંધ હોય છે. દેવી દેવતાઓની પૂજા-પ્રાર્થના અને પ્રયાસો ઉપરાંત માનવીએ  એક વધુ વિષય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે છે તેના ઘર અને દુકાનનું વાસ્તુ.  જો વાસ્તુ દોષના કારણે તમે કષ્ટમાં છો, ધનનો અભાવ છે ધંધો નુકશાનમાં ચાલે છે કે કોઈની નજર લાગી ગયી છે તો આફિસ કે સ્થાન તોડવાની જરૂર નથી. પણ વાસ્તુ દોષ દૂર કરવા માટે  કેટલાક મહ્ત્વપૂર્ણ ઉપાય કરી લો. 
 
1 દુકાનનો દરવાજો અંદરની તરફ ખુલવુ જોઈએ. બહારની તરફ બારણા ખોલવાથી લાભ ઓછો થાય છે અને આવક સામે ખર્ચ વધે  છે.
 
2 દુકાનના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં શોકેસનું  નિર્માણ કરવુ જોઈએ આનાથી ગ્રાહકોની સંખ્યા વધે છે.
 
3 ધનની વૃદ્ધિ માટે તિજોરીનું મોઢું ઉત્તર-દિશા તરફ રાખવું કારણ કે આ દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની દિશા છે. 
 
4 દુકાન કે વ્યાપારિક સ્ટોર વાયવ્ય  દિશામાં રાખવાથી ગ્રાહક  વધે છે અને ઝડપથી સામાન વેચાય જાય છે 
 
5. સોના ચાંદીના વેપારીઓએ દુકાનમાં લાલ કે નારંગી રંગ ન કરાવવો જોઈએ. આ રંગ અગ્નિના પ્રતિક છે અને અગ્નિ ધાતુને નષ્ટ કરે છે. 
 
6 કાર્યની વ્યવસ્તતાની કારણે ઓફિસના ડેસ્ક નીચે કાગળો, ફાઇલો, પુસ્તકો, બ્રીફકેસ રાખવી હવે સામાન્ય વાત બની ગઈ છે. પણ વિચારો, ત્યાં સાવરણી અને ચંપલનો સ્પર્શ વેપાર ધંધાનો વિકાસ કરી શકે છે ?