આજથી વાયબ્રંટ ગુજરાત - અબજો રૂપિયાના કરાર
65,000 કરોડથી વધુ મૂડી રોકાણ કરારનો અંદાજ
પાંચમી વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટના કાર્યક્રમોની આજથી શરૂઆત થઈ રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને જાપાન, કેનેડા તથા કોમનવેલ્થ બિઝનેસ કાઉન્સિલના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાય રહેલી સમિટ મૂડી રોકાણકારો, વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, પોલીસી અને પ્રવાહના નિર્ણાયકો માટે અત્યંત મહત્વનું માધ્યમ બની રહેશે. આ સમિટ દરમિયાન ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તથા વન-ટુ-વન બિઝનેસ મિટીંગ કરવાની તકો પણ મળશે. આ વર્ષે સમિટ દરમિયાન રાઉંડ ટેબલ કોંફરંસ પણ યોજાશે. જે દ્વારા સંભવત મૂડી રોકાણકારો રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે. વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટનો વિધિવત શુભારંભ તા. 12મી જાન્યુઆરી બુધવારે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયો. સમિટના શુભારંભ પછી બપોતે જુદા જુદા સેમિનાર ખંડોમાં ઓઈલ, ગેસ એંડ પાવર એંજિનિયરિંગ એંડ ઓટો, સર સેઝ, ઈંડસ્ટ્રીયલ પાર્કસ અને લોજીસ્ટીક પાર્કસ ઉપરાંત કેનેડા-એ-બિઝનેસ પાર્ટનર ઓફ ચોઈસ વિષે સેમિનારો યોજાશે. સોલાર, ઈમ્પલ્સ, પાયોનિયરિંગ, સ્પિટીટ ફોર ઈંવેંટીંગ ધ ફ્યુચર વિષે સેમિનાર પણ યોજાશે. સાંજે 6 વાગ્યે બાયર-સેલર મિટ યોજાશે. વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટના છેલ્લા દિવસે તા. 13મી જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી વન-ટુ-વન બિઝનેસ મિટીંગ યોજાશે. જ્યારે સવારે 9.30 વાગ્યાથી જ મહાત્મા મંદિર ખાતે અર્બન ડેવલોપમેંટ અને ગુજરાત વોટર સમિટ, સુરત અને કિતાક્યુશ(જાપાન)ઈકો ટાઉન કોઓપરેશન , ફાઈનાંસિયલ સર્વિસીસ, પોર્ટ્સ, શીપ બિલ્ડિંગ અને તેને આનુષાંગિક પ્રવિત્તિઓ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોંસિબિલીટીઝ એંડ સસ્ટીઈનેબલ ડેવલોપમેંટ સોશિયલ બિઝનેસ એંટરપ્રાઈઝીસ વિષે સેમિનાર યોજાશે. સાંજે 5 વાગ્યે મહાત્મા મંદિર ખાતે જ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાશે. આ ઉપરાંત તા. 12મી જાન્યુઆરીએ યુ.એસ, ઈંડિયા, બિઝનેસ રેલેશંસ, કેનેડા, ગ્રીન ઈકોનોમી, કેનેડા બિઝનેસ પાર્ટનર, ઓસ્ટ્રેલિયા-ડૂઈંગ, બિઝનેસ, સાઉથ આફ્રિકા બિઝનેસ ઓપોચ્યુનીટિઝ, રવાંડા-ડૂઈંગ બિઝનેસ તથા કર્ણાટક અને ઝારખંડમાં મૂડી રોકાણની તકો વિષે સેમિનારો યોજાશે. જ્યારે 13મી તારીખે કેનેડા-ગ્રીન ઈકોનોમી અને બિઝનેસ જાપાન-ઈકો ટાઉન કો-ઓપરેશન જેવા વિશેષ સેમિનારો પણ યોજાશે. તા. 10 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ગુજરાત મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી શો-2011માં 45થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાઅગ લેશે. જેમા યુએસએ. યુકે, જાપાન, જર્મની, કેનેડા અને સ્વીટઝરલેંડ જેવા દેશોની 200 જેટલી કંપનીઓ અત્યાધુનિક પ્રોડક્ટસ રજૂ કરશે.