ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. વાયબ્રંટ ગુજરાત
Written By વેબ દુનિયા|

ઉજ્જવળ ભાવિનું દાયિત્વ નિભાવવા મોદીની હાકલ

P.R
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં પાંચમી વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન કરતા જણાવ્યુ હતુ કે 21મી સદીમાં સર્વાંગી વિકાસ માટે પારંપારિક સમજણ,સંવાદિતા અને સહભગિતાનો વૈશ્વિક સેતુમંચ ગુજરાતે પૂરો પાડ્યો છે. સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની ખેવના ધરાવતા આપણે સહુ વિકસના આ વૈશ્વિક ચિંતનને સાકાર કરીએ અને સુદ્દઢ માનવશક્તિ વિકાસનુ ભવિષ્ય ઘડીએ એવી પ્રેરક અપીલ વિશ્વભરના ત્રીજા ભાગના 90 દેશોના પ્રતિષ્ઠિત અને ગણમાન્ય મહાનુભાવોને ગુજરાતમાં હાર્દિક આવકાર આપતા મુખ્યમંત્રી કરી હતી.

સ્વામી વિવેકાનંદજીની 149 મી જન્મજયંતીના અવસરે શરૂ થયેલી આ સમિટના પ્રારંભે મુખ્યમંત્રીએ ગણમાન્ય મહાનુભાવોની હાજરીમાં મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને આદરાંજલિ અર્પણ કરી હતી. રવાંડા દેશના વડાપ્રધાન અને ગ્લોબલ સમિટના કંટ્રી પાર્ટનર જાપનાના એમ્બેસેડર તથા કેનેડાના હાઈકમિશ્નર સહિત દેશવિદેશના પ્રતિષ્ઠિત પદાધિકારીઓ અને મહાનુભાવોનુ ભાવભર્યુ અભિવાદન કરવામાં આવ્યુ હતુ. ગુજરાતની આ ગ્લોબલ સમિટની વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભૂમિકા આપતા મુખ્યમંત્રી જણાવ્યુ હતુ કે 21મી સદીમાં વૈશ્વિક સમજણનો સેતુ અને સંવાદિતાના સંબંધોની ક્ષિતિજો વિસ્તરી રહી છે. આપણે વર્તમાન જ નહી પણ ભવિષ્યને પેઢીઓના ઉજ્જવળ ભાવિનુ દાયિત્વ નિભાવીએ એવુ પ્રેરક મંતવ્ય વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ અહ્તુ કે સુખ-સમૃદ્ધિના લાભો વિક્સી રહેલા દેશોને મહત્તમ પહોંચે એ માટેના પ્રયાસો વધુ બળવત્તર બનાવવા છે એમ તેમણે જણાવ્યુ અહ્તુ. આપણું લક્ષ્ય દર્શન ન્યાયપૂર્ણ વિકાસ, સમાનતાના આધારે સાતત્યપૂર્વક પ્રગતિ અને માનવ કેન્દ્રીય ટેકનોલોજીનો વિનિયોગ સાથે સંલગ્ન હોવુ જોઈએ એમ તેમણે જણાવ્યુ હતુ.

નરેન્દ્ર ભાઈ મોદીએ જાણાવ્યુ કે વીસમી સદી શોષણને સદી રહી. જેમા માનવીનુ અને પ્રકૃતિનુ શોષણ થતુ રહ્યુ. વિશ્વમા અસંતુલન વધતુ ગયુ. ગરીન અને તવંગર કિંચન, અકિંચનનુ અંતર વધ્યુ, એટલુ જ નહી વિકસિત રાષ્ટ્રો વચ્ચે પન મોટા તફાવત જોવા મળ્યા. માનવજાત અને કુદરત વચ્ચેનુ અંતર વધી ગયુ 21મી સદીમાં આપણુ લક્ષ્ય અસંતુલન અને આ અંતર દૂર કરવાનુ હોવુ જોઈએ. વિકાસ અને પ્રગતિના વ્યૂહમાં આમૂલ પરિવર્તનની જરૂર ઉપર ભાર મોકીને મુખ્યમંત્રીએ ભારતનો 21મી સદીમાં સર્વોત્તમ વૈશ્વિક પ્રભાવ ઉભો થવાનો છે.

આપણા દેશ પાસે ઉત્તમ યુવા શક્તિ, ઉત્તમ શાનસંપદા, ઉત્તમ લોકતંત્ર અને ઉત્તમ ન્યાયપ્રણાલીની વિરાસત છે. આ ચારેય વિશેષ શ્ક્તિઓના આધારે ભારત વિશ્વની શક્તિશાળી સત્તા બનીને રહેવાનુ છે.

વેદથી વિવેકાનંદ અને ઉપનિષદથી ઉપગ્રહ સુધીના મહાન વિરાસત ધરાવતા ભારતમાં કુલ વસતિના 72 ટકા તો ચાલીસ વર્ષથી ઓછી ઉંમરની યુવાપેઢી છે. ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીતા અને સંબંધોનો સેતુ ઉભો કરવાનો અવસર આવ્યો છે. મોદી જણાવ્યુ હતુ કે 2003થી નાના પાયે શરૂ કરવામાં આવેલ વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટની આ પાંચમી ઘટના ભારતની આ પ્રકારની સૌથી મોટી ઐતિહાસિક ઘટના છે.