Last Modified: શનિવાર, 12 જાન્યુઆરી 2013 (17:48 IST)
રતન ટાટાનું નવુ સૂત્ર - ગુજરાતમાં રોકાણ ગૌરવ સમાન
P.R
: ગાંધીનગરમાં મહાત્મા ગાંધીના પ્રાંગણમાં ચાલી રહેલ વાયબ્રટ ગુજરાત સમીટમાં ભારત તેમજ વિદેશના મોટા મોટા રોકાણકારોનો જમાવડો જામ્યો છે. કોઈ ક્યારેક મોદીના વખાણ કરતા થાકતા નથી તો કોઈક ગુજરાતના. ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ સ્થાપનાર ટાટા મોટર્સના પ્રણેતા રતન ટાટાએ પણ આવુ જ એક સંબોધન કરતા કહ્યુ કે ગુજરાતમાં રોકાણ કરવું એ ગૌરવ સમાન છે.
6ઠ્ઠી વાયબ્રન્ટ સમિટના ઉદ્ધાટન પ્રસંગે રતન ટાટા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે તેઓ હવે ટાટા કંપનીના સત્તાવાર ચેરમેન પદે નથી. તેઓ અને તેમના અનુગામી સાઇરસ મિસ્ત્રી સમિટના મહેમાન બન્યાં હતાં. 2011ના સમિટમાં ટાટાએ એમ કહીને મૂડીરોકાણકારોને આકર્ષયા હતા કે જેઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરતાં નથી તેઓ સ્ટુપીડ (મુર્ખ) છે. તેમના આ વિધાનને લઇને ખાસ્સી હકારાત્મક ચર્ચાઓ ચાલી હતી. જોકે ગુજરાતમાં ટાટા કંપની વર્ષોથી કાર્યરત છે. મીઠાપુર ખાતે મીઠું બનાવાનું કારખાનું આ કંપની દ્વારા વર્ષો પહેલાંથી નાંખવામાં આવ્યું છે અને 2010માં રતન ટાટા નેનો કાર બનાવવાનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળના સિંગુરથી સાણંદ લઇ આવ્યાં હતાં.
6ઠ્ઠી વાયબ્રન્ટ સમિટમાં તેમણે ઔપચારિક વકતવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે મૂડીરોકાણ માટે ગુજરાત ભારતના અન્ય રાજ્યો કરતાં આદર્શ અને શ્રેષ્ઠ છે જેનો શ્રેય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ તેમણે પોતે એવું વિધાન કર્યું હતું કે જેઓ ગુજરાતમાં નથીતેઓ સ્ટુપીડ છે પરંતુ હવે એમ કહેવું જોઇએ કે ગુજરાતમાં હોવું મૂડીરોકાણ કરવું તે એક આદર્શ અને ગૌરવ સમાન છે. પોતાના ટૂંકા પ્રવચનમાં તેમણે મોદીના વખાણ કરીને એમ પણ કહ્યું કે મોદીએ ગુજરાતને વાયબ્રન્ટ બનાવ્યું છે. રતન ટાટાના વકતવ્ય બાદ મોદી તેમને ભેટી પડયાં હતા. જો કે, તેમના અનુગામી સાયરસ મિસ્ત્રીએ આજે કોઇ સંબોધન કર્યું નહોતું. શક્ય છેકે 12 જાન્યુઆરીએ સમાપાનના દિવસે તેઓ સંબોધન કરે