વાયબ્રંટ સમિટ : ગુજરાતમાં 15 લાખ કરોડનુ રોકાણ
પ્રથમ દિવસે નાણાંનો વરસાદ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલી વાયબ્રંટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાતમાં બંદર અને વીજ સેક્ટર તથા ઈંફ્રાસ્ટ્રક્ચરમાં 80,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી. પ્રથમ જ દિવસે આશરે 15 લાખ કરોડના એમઓયુ થતા ગુજરાતમાં નાણાનો વરસાદ થયો હતો. વાયબ્રંટ ગુજરાત સમિટની પાંચમી એડિશનમાં બોલતા અદાણીએ કહ્યુ હતુ કે અમે બંદર વીજ ઉત્પાદન અને ઈંફ્રાસ્ટક્ચરમાં 80,000 કરોડથી વધુનુ રોકાણ કરવાની જાહેરાત કરી રહ્યા છીએ. અનિલ અંબાણી ગ્રુપે આગામી વર્ષોમાં 50,000 કરોડના મૂડી રોકાણની જાહેરાત કરી હતી. બીજી બાજુ મહિન્દ્રા ગ્રુપે 3000 કરોડ, એસ્સાર ગ્રુપે 13,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. અન્ય શ્રેણીબદ્ધ ટોચની કંપનીઓએ પણ અબજોનુ મૂડી રોકાણ માટે એચઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંકના વડા ચંદા કોચરે ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કને ફેલાવવાના હેતુસર 2000 શાખાઓ ખોલવાની જાહેરાત કરી હતી. તેઓએ ફાઈનાંસીયલ સેક્ટરમાં નાણાં રોકવાની જાહેરાત કરી હતી. દરમિયાન ગૌતમ અદાણીએ મહત્વપૂર્ણ જાહેરાતો કરીને ઉપસ્થિત ઉદ્યોગપતિઓને રોમાંચિત કરી દીધા હતા. તેમણે કહ્યુ હતુ કે હજારીકા અને ધોલેરા ખાતે એક એક એમ કુલ બે નવા બંદરઓ સ્થાપિત કરવામાં આવશે. મુદ્રા અને દહેજ ખાતેના હાલના બંદરોને વધુ વિસ્તૃત કરવામાં આવશે. વર્ષ 2015 સુધે ક્ષમતા બંદરની વધારીને વાર્ષિક 200 મિલિયન ટન સુધી કરવાની હતી, પણ તેઓએ જાહેરાત કરી હતી. વીજ ઉત્પાદનમાં અમે મુદ્રા ખાતે 2000 મેગાવોટની શરૂઆત કરી ચુક્યા છીએ. માર્ચ 2015 સુધી વધારાના 2600 મેગાવોટની ક્ષમતા વિકસાવવામાં આવશે. અદાણીએ કહ્યુ હતુ કે કચ્છમાં ભદ્રેશ્વર ખાતે 3300 મેગાવોટનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. દહેજમાં 600 મેગાવોટ અને ધોલેરામાં 4000 મેગાવોટની શરૂઆત કરાઈ રહી હોવાની તેઓએ જાહેરાત કરી હતી. અદાણીએ ઉમેર્યુ હતુ કે 2015 સુધી 15000 મેગાવોટની ક્ષમતા વિકસાવવા પાવર પ્લાંટને સક્ષમ બનાવવામાં આવશે. ગૌતમ અદાણીની સાથે સાથે વાયબ્રંટ ગુજરાત સમિટના ભાગરૂપે અન્ય ટોચની કંપનીઓએ પણ શ્રેણીબદ્ધ સમજૂતીઓની જાહેરાત કરી હતી. મનિન્દ્રા ગ્રુપે 3000 કરોડના છ એમઓયે કર્યા હતા. અગાઉ આજે સવારે ઠંડીના વાતાવરણમાં પાંચમી વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટનો વિધિવત રીતે શુભારંભ થયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને જાપાન,કેનેડા તથા કોમનવેલ્થ બિઝનેસ કાઉંસિલ જનરલ, યુગાનાડાના આયોજન પ્રધાન, જાપનના હાઈ કમિશ્નર ઉપસ્થિત રહય હતા. ઉપરાંત બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પર તમામનુ ધ્યાન કેન્દ્રીત થયુ હતુ. આ સમિટ દરમિયાન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તથા વન ટુ વન બિઝનેસ મિટીંગ કરવાની તકો મળી રહી છે. આ વર્ષે સમિટ દરમિયાન રાઉંડ ટેબલ કોંફરંસ પણ યોજાઈ રહી છે જેના દ્વારા સંભવિત મૂડી રોકાણકરો રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટનો વિધિવત શુભારંભ તા. 12મી જાન્યુઆરીએ બુધવારે સવારે 10.00 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે થયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિતિમાં થયો હતો.