બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. મહિલા દિવસ 10
Written By વેબ દુનિયા|

સુપર વુમન : ખિતાબ કે ખુશી ?

N.D
એમા કોઈ શક નથી કે છેલ્લા બે દાયકામાં હિન્દુસ્તાનની અડધી વસ્તી એટલેકે સ્ત્રીઓએ આંધીની જેમ પોતાનો વિકાસ કરીને સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે દરેક ક્ષેત્રમાં ખુદને સાબિત કરી રહી છે. આજે પણ શહેરની યુવા સ્ત્રીઓ ભણેલી-ગણેલી છે, કેરિયર ઓરિએંટેડ છે, પુરૂષો સાથે ખભાથી ખભો મેળવીને ચાલી રહી છે. ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ બરાબરીનો અધિકાર તેમને આપવામાં આવે છે.

તેની લાઈફસ્ટાઈલના તમામ પહેલુઓ પર ગૌર કર્યા પછી જ આધુનિક ભાષામાં તેને સુપર વુમનનો ખિતાબ મળી ચૂક્યો છે, જે તે આ અગાઉની સ્ત્રીઓને નથી મળ્યો. ભારતીય સ્ત્રીઓ વર્તમાન સમયમાં વિકાસના સોનેરી સમયમાંથી પસાર થઈ રહી છે, પણ શુ ખરેખર તે તેમની સ્વતંત્રતાનો સર્વશ્રેષ્ઠ યુગ છે કે આઝાદીના નામ પર તેમને ભ્રમિત કરવામાં આવી રહી છે. કે પછી તે જાતે જ ભ્રમિત થઈ રહી છે ?

તેમા કોઈ શક નથી કે આજની સ્ત્રીઓ પહેલા કરતા વધુ કુશાગ્ર, મહેનતી અને કેરિયર પ્રત્યે જાગૃત થઈ ચૂકી છે. તેઓ પોતાની જીવનશૈલી પોતાની સગવડ મુજબ ચલાવવા માંગે છે. સ્ત્રીઓની આટલી ઈચ્છા અને સ્વતંત્રતાએ તેમને સ્વતંત્રની પાંખ લગાવી આકાશમાં ઉડવાનુ શિખવાડી દીધુ છે. જેના કારણે તેમની જવાબદારી હવે ઘરની ચાર દિવાલો સુધી સીમિત ન રહીને બહારની દુનિયા સુધી વિસ્તરી રહી છે. પરંતુ શુ આ વિસ્તૃત થતી જવાબદારીએ સ્ત્રીઓને આઝાદ જીંદગી જીવવાની સમજ આપી છે કે પછી આઝાદી અને વિકાસના નામ પર સ્ત્રીઓના ખભા પર જવાબદારીઓનો અગણિત બોઝ દિવસો દિવસ વધતો જઈ રહ્યો છે. આવા સંજોગોમાં સુપર વૂમનના પુસ્તકની ખુશી મનાવવી જોઈએ કે શોક ?

આજની સ્ત્રીઓ બે દાયકા પહેલાની સ્ત્રીઓની તુલનામાં વધુ આત્મનિર્ભર છે. તેમની પાસે પહેલાની તુલનામાં કેટલાય ગણા વધુ અધિકાર છે. આ જ અધિકારના બળ પર સ્ત્રીઓ પરંપરાવાદી ભારતીય સમાજમાં પોતાની એક જુદી ઓળખ બનાવી ચુકી છે. એક સમયે સ્ત્રીઓને માત્ર ઘર સાચવવાને યોગ્ય જ સમજવામાં આવતી હતી. તેનાથી ઉંધુ હવે આજની સુપર વુમન ઘર અને બહાર બંને મેદાનો પર બરાબરીનુ યોગદાન આપે છે. તે એક પરફેક્ટ માં છે તો એક પરફેક્ટ કર્મચારી પણ છે. તે આદર્શ પત્ની પણ છે અને યોગ્ય સહકર્મચારી પણ છે.

પરંતુ આ બધા વચ્ચે એક વાત દેખીતી છે કે સ્વતંત્રના નામ સ્ત્રીઓ પોતાના ખભા પર જરૂર કરતા વધુ બોઝ ઉઠાવી રહી છે. પોતાની જાતને આધુનિકતાની મિસાલ કરવાના ચક્કરમાં તે તણાવ અને ગૂંચવણોની વચ્ચે ફંસાય ગઈ છે. બધાને ખુશ કરવાની દોડમાં સુપર વુમન પોતાની જાતને જ ભૂલી રહી છે અને ખુદને માટે થોડોક સમય પણ નથી કાઢી શકતી. શુ આ સત્યને આપણે જોઈ રહ્યા છે ખરા ?