ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By કલ્યાણી દેશમુખ|

આજની નારી અજબ-ગજબની છે !

મહિલા દિવસ પર સ્ત્રીની જે છબિ સામે આવે છે, તે છે - પ્રેમ સ્નેહ અને માતૃત્વની સાથે જ શક્તિ સંપન્નની મૂર્તિ. આ દિવસ આ ગણતરી કરવાનો પણ છે કે છેવટે આપણે કેટલા મીલના પત્થર પાર કરી લીધા. સાચે જ ગૌરવ અને આત્મવિશ્વાસથી હૃદય ભરાય છે તે આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રીઓને માટે જે સાચે જ ગજબની છે.

એકવીસમી સદીની સ્ત્રીએ પોતાની શક્તિને ઓળખી લીધી છે. તેણે મોટા ભાગના પોતાના અધિકારોને માટે લડવુ શીખી લીધુ છે. આજે સ્ત્રીઓએ સિધ્ધ કરી નાખ્યુ છે કે તેઓ એક-બીજાની દુશ્મન નહી પણ મદદગાર છે. સ્ત્રી શક્તિશાળી છે અને તેની શક્તિના દર્શન આ રૂપે થાય છે.

પુત્રીઓને જન્મ આપીને ગૌરવ અનુભવે છે માઁ.

સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સા લાખો સાંભળવા મળે, સમાજમાં છોકરીઓને જન્મ આપીને, ખુશ થતી માતાઓ પણ જોવા મળે છે. કેટલાય પરિવાર આપણી આસપાસ જ મળી જશે જેમની એકમાત્ર છોકરી છે કે બંને છોકરીઓ જ છે. તેઓ માતા-પિતાની લાડકવાયી છે. તેઓ માતા-પિતાની કેયર પણ કરે છે.

છોકરીઓને દત્તક લેવામાં આવે છે -

એવા પરિવાર પણ જોવા મળે છે જેમને છોકરીઓને દત્તક લીધી છે અને તેનુ પાલન પોષણ ખૂબ લાડ પૂર્વક કરી રહ્યા છે.

છોકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવું -

આજે લગભગ દરેક સુસંસ્કૃત અને સુશિક્ષિત પરિવારમાં છોકરીઓને ઉચ્ચ શિક્ષા કર્જ લઈને પણ અપાવવામાં આવે છે.

લગ્ન પહેલા શિક્ષણ -

રૂઢિવાદી કહેવાતા પરિવારમાં પણ છોકરીઓને લગ્ન પહેલા શિક્ષિત કરવાની, આત્મનિર્ભર બનાવવાની માનસિકતા વિકસિત થઈ છે.

દિકરીના ઘર સાથે પ્રેમ -

જૂની પરંપરાઓ તોડીને હવે તો લોકો છોકરીના ઘરે જઈને રહે પણ છે અને તેણે આપેલા ઉપહારોને ખૂબ પ્રેમથી સ્વીકારે છે.

સંપત્તિમાં અધિકાર -

છોકરીઓને કાયદાએ સંપત્તિમાં અધિકાર આપી જ દીધો છે, પણ પિતા પણ છોકરીઓને સંપત્તિમાં અધિકાર પ્રેમપૂર્વક આપવા લાગ્યા છે. સમજદાર ભાઈઓ આ ખુશી પૂર્વક સ્વીકારી લે છે.

જીવનસાથી પસંદ કરવાનો અધિકાર -

આજે પહેલાની જેમ માતા-પિતા દિકરી પર પોતાની પસંદગી થોપતા નથી તેઓ તેને જીવનસાથે પસંદ કરવાની પૂરી તક આપે છે.