ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મહિલા દિવસ 08
Written By એજન્સી|

સશકત નારી-સશકત સમાજ-ડો.પુનિતા

હું પહેલાં એક માતા છું, પછી કારકિર્દી અને પછી એક પત્ની-ઇન્દ્રા નૂઇ (કોલા કંપનીના સીઇઓ)

W.DW.D

જયાં નારી પૂજાય છે, ત્યાં હંમેશા દેવતાઓનો વાસ છે. આ ઉકિત વાંચવામાં તો સારી લાગે છે, પણ હકીકત કંઈક અલગ છે. આજના યુગમાં સ્ત્રીને સ્વતંત્રતા તો મળી છે, પરંતુ હજુ પણ તેણે સમાજની રૂઢિચુસ્ત માનસિકતાનો સામનો કરવો પડે છે, એટલેકે સ્ત્રી સ્વાતંત્રમાં પજુ પણ કંઈક ખૂટે છે, જેના માટે સમાજે જાગૃતતા કેળવવી જરૂરી છે.

8મી માર્ચ એટલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ આ અંગે ચાલો ડો. પુનિતા હર્ણે સાથે વાતચીત કરીએ. તેઓનું સુત્ર છે કે, સશકત નારી - સશકત સમાજ - સશકત રાષ્ટ્ર (ડો. પુનિતા હર્ણે - ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગના પ્રોફેસર છે) તેઓ કહે છે કે આજે આટલા આધુનિક યુગમાં પણ સ્ત્રીને પોતાના શરીરથી લઈને દરેક પ્રકારની અસલામતી અનુભવાય છે. સ્ત્રી આજે પણ અનેક પ્રકારે અસુરક્ષિત છે. આજે પણ સ્ત્રી-જાતિના જન્મને સમાજ ઉત્સાહથી સ્વીકારતો નથી. અન્ય બાબતોમાં આટલો પરિવર્તનશીલ અને કહેવાતો વિકાસશીલ સમાજ સ્ત્રી પ્રત્યેની માનસિકતા બદલવામાં હજુ પણ પછાત જ છે. આજે પણ સ્ત્રી દેહનો અસ્વીકાર, સ્ત્રી બુદ્ધિનો અસ્વીકાર અને સ્ત્રીની લાગણીનો અસ્વીકાર કરવામાં આવે છે, જેનું પાયાગત પરીવર્તન ખુબ જ જરૂરી છે. તેઓ માત્ર એક જ વાકયમાં પોતાની વાત સમજાવતા કહે છે કે જો સ્ત્રી સશકત હશે તો સમાજ સશકત બનશે, અને જો સમાજ સશકત હશે તો રાષ્ટ્ર સશકત બનશે.

ઇન્દ્રા નૂઇ જયારે કોલા કંપનીના સીઇઓ બન્યાં ત્યારે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું, "હું પહેલાં એક માતા છું, પછી કારકિર્દી અને પછી એક પત્ની. તેમની આ વાતમાંથી એ સૂર નીકળે છે કે આજે વર્કિંગ વુમન અને કેરિયર ઓરિએન્ટેડ યુવતીઓની સંખ્યા વધી રહી છે, જેમના માટે પુરુષ અને સંબંધો બીજા-ત્રીજા સ્થાને આવે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે સ્ત્રી હોવા છતાં તેઓ પોતાની આંતરિક વાતને પ્રામાણિકતાથી, કોઇ પ્રકારના ભય વિના વ્યકત કરે છે.સમય બદલાવાની સાથે પ્રાથમિકતાઓમાં પણ પરિવર્તન આવ્યું છે. બીજા શબ્દોમાં, વિકસેલી નારીશકિતએ આજે પુરુષને પાછળ રાખી દીધો છે. સ્ત્રી પોતાની કારકિર્દી સાથે પરિવાર અને પતિનું સંતુલન જાળવતાં શીખી ગઇ છે. પતિને પરમેશ્વર માની ઘરમાં બેસી રહેનારી પત્ની શહેરી નોકરિયાત મહિલા બની રહી છે.
NDN.D

લગ્ન વિશે આજની યુવતી શું કહે છે ? તે જાણો - લગ્નની ઉંમર વટાવી ચૂકેલી જૈમિની કોર્પોરેટ ઓફિસમાં ઉંચા હોદ્દા પર છે.લગ્ન વિશે પૂછતાં એ હસીને કહે છે, ‘લગ્ન? હજી સુધી મારા મનમાં આનો વિચાર સુઘ્ધાં નથી આવ્યો. અત્યારે લગ્ન તો શું, રોમાન્સ કરવાનોય સમય નથી મારી પાસે. મારાં મમ્મી-પપ્પા પણ મને લગ્ન કરવા આગ્રહ નથી કરતાં. મારી મમ્મી જયારે મારી ઉંમરની હતી ત્યારે બે બાળકોની મા બની ગઇ હતી. હું એ ગાડરિયા પ્રવાહમાં વધવા નથી માગતી.’

સ્ત્રીઓ માટે અનંત શકયતાઓ: આજે પુત્રી પુત્રસમોવડી બની પિતાની પડખે ભી રહે છે. નીતા કોલેજમાં હતી ત્યારે એના પપ્પા નિવૃત્ત થયા. હવે એમની આર્થિક સ્થિતિ પોતાનું ઘર ખરીદી શકાય એટલી સઘ્ધર નહોતી કેમ કે જેટલા રૂપિયા હતા એ સંતાનોને ભણાવવા-પરણાવવામાં ખર્ચાઇ ગયા હતા. નીતા નોકરી કરતી હોવાથી એણે પપ્પા માટે એક ફલેટ ખરીદ્યો. એટલે સુધી કે એણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આજની યુવતીઓ 21 વર્ષથી 32 વર્ષ સુધીમાં શ્રેષ્ઠ બધું મેળવી લે છે. ઇચ્છિત ડિગ્રીઓ, આર્થિક, ભાવનાત્મક અને સેકસ્યુઅલ સ્વતંત્રતા.

સ્ત્રી-પુરૂષ વચ્ચેની સમાનતા: આર્થિક સ્વતંત્રતાએ સ્ત્રીને વધુ સ્વતંત્ર, સ્વીકાર્ય અને અનંત શકયતાઓ દર્શાવી છે. સ્ત્રીની સક્ષમતામાં વધી છે. સમાનતા-એ શબ્દ ઉમેરાયો છે. સ્ત્રીઓ આજે એવું માનતી થઇ છે કે તે દરેક ક્ષેત્રે અને દરેક રીતે પુરુષની સમકક્ષ બની છે. આજે એ એટલું કહી શકે છે કે એની નોકરી અને બાળકોને પુરુષ દ્વારા મદદ મળી છે અને એથી એનું અને એના પતિનું અસ્તિત્વ છે.

પુરૂષ પાસે હવે એક જ માર્ગ રહ્યો !
પુરુષ માટે હવે પ્રશ્ન ઉભો થયો કે છે કે એનું સ્થાન કયાં છે? આજની યુવતીને પૂછવામાં આવે કે પતિ તરીકે કેવો પુરુષ ગમે? તો જવાબ મળે છે-બુદ્ધિશાળી અને સેન્સ ઓફ હ્યુમર ધરાવતો. પુરુષ પર નવી જવાબદારી આવી કે લાગણીશીલ, બુદ્ધિશાળી હોવાની સાથોસાથ એનામાં સેન્સ ઓફ હ્યુમર હોવી જોઇએ. પુરૂષ પાસે હવે એક જ માર્ગ રહ્યો છે. સ્ત્રીથી અલગ હોવા છતાં પણ સમાન બને.