ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 5 માર્ચ 2019 (22:55 IST)

મહિલા દિવસ - આજ મે ઉપર... આસમાન નીચે ..

1942ની એ લવ સ્ટોરી, સ્વર્ગીય પંચમ દાની છેલ્લી કૃતિ -

એક લડકી કો દેખા તો એસા લગા...
જેસે ખિલતા ગુલાબ,જેસે શાયરકા ખ્વાબ,
જેસે ઉજલી કિરણ જેસે બનમે હિરણ,
જેસે ચાંદની રાત,જેસે નરમી કી બાત
જેસે મંદિર મે હો એક જલતા દિયા...
 
આપ કદાચ જાણતા નહી હોય કે આ ગીતની ધૂન એક ભજન માટે તૈયાર કરવામાં આવી હતી, અને આમાં જે પવિત્ર શબ્દો નાખવામાં આવ્યા છે તે કોઈ ભજનના પવિત્ર શબ્દોથી ઓછા પણ નથી. આ ગીત એક પ્રેમિકાને માટે નહી પરંતુ આ ગીત એક છોકરી માટે લખવામા આવ્યુ છે જે એક પુત્રી પણ હોઈ શકે છે, એક બહેન પણ હોઈ શકે છે, એક દોસ્ત કે પછી એક પત્ની પણ હોઈ શકે છે. 
 
કેટલી પવિત્ર તુલના કરી છે જેસે મંદિરમે હો એક જલતા દિયા....
જો દરેક છોકરી આ ગીતને પુરા ધ્યાનથી સાંભળે તો તેના મનમાં પણ એટલી જ સુંદર ભાવનાઓ આવશે, જેટલી સુંદરતાથી આ ગીતને લખવામાં આવ્યુ છે. 
 
જરૂરી નથી કે દરેક સમયે તમે તમારી તુલના કોઈ અભિનેત્રીના ચહેરા કે શરીરની સુંદરતા સાથે કરો. શરીરની સુંદરતાથી પણ વધુ મહત્વની છે મનની સુંદરતા. તમારા મનની સુંદરતા એટલે જ - મંદિરમે હો કોઈ જલતા દિયા.....
 
આજકાલની છોકરીઓમાં એક નવી આશા અને તાજગી જોવા મળે છે. તેઓ જીવનને ખૂબ જ સરળતાથી લે છે. ઘણા ઉતાર-ચઢાવ પછી પણ તેમના ચહેરા પર એક નવી શરૂઆત માટેની હિમંત જોવા મળે છે. તેમના ચહેરાને જોઈને એક જ ગીત યાદ આવે.... આજ મે ઉપર આસમાન નીચે, આજ મે આગે જમાના હૈ પીછે. હા, પણ જ્યારે ગંભીરતાની વાત આવી તો પોતાના અસ્તિત્વની લડાઈને જીતીને પોતાની એક અલગ છાપ પણ ઉભી કરી. પછી વાત કિરણ બેદીની હોય કે સુસ્મિતા સેનની જેમણે એક અવિવાહિત હોવા છતાં એક પુત્રીને દત્તક લઈને સમાજમાં એક મિસાલ કાયમ કરી છે. 
 
કેમ જ્યાં જુઓ ત્યાં ચહેરાની સુંદરતાને જ મહત્વ અપાય છે ? મનની સુંદરતા કેમ નથી જોવાતી ? જેટલુ મન સુંદર, એટલુ જ વ્યક્તિત્વ પણ દમકે છે અને લોકો તેમની તરફ આકર્ષિત થાય છે. પછી કોઈની શુ હિંમત કે કોઈ તેને લોલુપ્ત નજરે જુએ.