1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 17 મે 2019 (17:04 IST)

પાકિસ્તાને જાહેર કરી વર્લ્ડ કપ 2019ની ટીમ, આમિર-આસિફને ન મળ્યુ ટીમમાં સ્થાન

. પાકિસ્તાને 30 મે થી ઈગ્લેંડ એંડ વેલ્સમાં થનારી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે ઝડપી બોલર મોહમ્મદ આમિરને 15 સભ્યોની શરૂઆતી ટીમમાંથી બહાર કર્યા છે. આમિર ઉપરાંત આસિફ અલી પણ વિશ્વ કપ ટીમનો ભાગ બની શક્યા નથી. જો કે તે ઈગ્લેંડ સાઅથે થનારી વનડે સીરિઝ માટે 17 સભ્યોની ટીમનો ભાગ છે.  જો કે આ બંને ખેલાડીઓ પાસે વિશ્વ કપ ટીમમાં સ્થાન બનાવવાની તક હજુ પણ છે. કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને 23 મેના રોજ તેના પર અંતિમ નિર્ણય લઈ શકે છે. 
 
આમિર 2017માં ઈગ્લેંડમાં રમાયેલ ચેમ્પિયંસ ટ્રોફી ફાઈનલમાં ભારત વિરુદ્ધ મળેલ જીતમાં મેન ઓફ ધ મેચ રહ્યા હતા. જો કે ત્યારબાદથી તેમણે 14 મેચ રમી છે. જેમા તેમણે નવ મેચમાં એક પણ વિકેટ લીધી નથી.  પાકિસ્તાને વિશ્વકપ માટે ત્રણ ઓપનિંગ બેટ્સમેન, ચાર મધ્યમક્રમ બેટ્સમેન, કપ્તાન સરફરાજ અહમદના રૂપમાં વિકેટકીપર બેટ્સમેન અને બે સ્પિનર અને પાંચ ઝડપી બોલર પસંદ કર્યા છે. 
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાને ફક્ત એક વાર ખિતાબી જીત મેળવી છે. પાકિસ્તાને વર્ષ 1992માં ઈગ્લેંડ વિરુદ્ધ ફાઈનલ હરીફાઈ રમી હતી. તેમા તેણે પહેલી જીત મેળવી અને અત્યાર સુધીની અતિમ ખિતાબી જીત નોંધાવી હતી.  પણ આ વર્ષના વર્લ્ડ કપની પાકિસ્તાની ટીમ પણ સારી છે. તેથી તે ચોક્કસરૂપે ખિતાબી જીતની દાવેદારી રજુ કરશે. 
 
વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમ - સરફરાજ અમદ(કપ્તાન અને વિકેટ કિપર), આબિદ અલી, બાબર આઝમ, ફખર જમાન,  ઈમામ  ઉલ હક,  હૈરિસ સોહેલ,  મોહમ્મદ હફીઝ,  ઈમાદ વસીમ,  હસન અલી,  ફહીમ અશરફ,  શાહીન શાહ અફરીદી,  જુનૈદ ખાન અને મોહમ્મદ હુસનૈન,  સાદાભ ખાન,  શોએબ મલિક.