શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 17 મે 2019 (17:00 IST)

ICC world cup 2019: વિશ્વ કપમાં ભારત અમારી સામે હારી જશે - પાક કપ્તાન સરફરાજ

ICC world cup 2019: ઈગ્લેંડમાં 30 મે થી શરૂ થવા જઈ રહેલ વનડે વિશ્વ કપ માટે લગભગ બધા દેશોએ પોતપોતાની ટીમનુ એલાન કરી દીધુ છે. સાથે જ આ ટુર્નામેંટને લઈને બધા દેશોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.  વિશ્વકપમાં ઉતરતા પહેલા દરેક દેશ કોઈને કોઈ રૂપમાં ખુદને ફોર્મમાં લાવવાની કોશિશ શરૂ કરી ચુક્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ વિશ્વ કપની તૈયારીઓના હિસાબથી ઈગ્લેંડ વિરુદ્ધ પાંચ મેચની વનડે શ્રેણી અને એક ટી20 મેચ રમવાની છે.  આ ક્રિકેટ સીરિઝ પછી પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપમાં ઉતરશે. 
 
પાકિસ્તાનની ટીમ ઈગ્લેંડ વિરુદ્ધ થનારી ક્રિકેટ શ્રેણી માટે રવાના થઈ ગઈ છે. આ અવસર પર ટીમના કપ્તાન સરફરાજ અહમદે પોતાની ટીમને લઈને અનેક વાતો જણાવી. આ દરમિયાન તેમને વિશ્વ કપમં ભારત સાથે થનારા મુકાબલા પર ચર્ચા કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ રમાનારી મેચને લઈને  સરફરાજ અહમદે પોતાના વિચાર આપ્યા.  તેમણે કહ્યુ કે એક કપ્તાનના રૂપમાં દરેક દેશ વિરુદ્ધ થનારા મુકાબલા મારે માટે મહત્વના રહેશે. અમારી કોશિશ છે કે અમે દરેક દેશ વિરુદ્ધ જીત નોંધાવીએ. આ ટૂર્નામેંટમાં અમે દરેક ટીમ વિરુદ્ધ એ રીતે મેચ રમીશુ જે રીતે ભારત વિરુદ્ધ રમી રહ્યા હોઈએ. અફગાનિસ્તનના વિરુદ્ધ પણ અમે એ જ રીતે રમીશુ જેવી કે ભારત વિરુદ્ધ રમી રહ્યા હોય.  કોઈપણ ટીમ વિરુદ્ધ જીત માટે અમે અમારી પૂરી કોશિશ કરીશુ. તેમા કોઈ શક નથી કે ભારત વિરુદ્ધ મેચ કંઈક ખાસ હોય છે. પણ અન્ય ટીમો સાથે થનારા મુકાબલાઓનુ પણ એટલુ જ મહત્વ હોય રહેશે.  
 
વનડે વિશ્વ કપના ઈતિહાસની વાત કરીએ તો પાકિસ્તાને આ ટૂર્નામેંટમાં ભારત વિરુદ્ધ કોઈ પણ મેચ નથી જીતી. આ વિશે કપ્તાન સરફરાજે કહ્યુ કે આ સત્ય છેકે વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ અમારો રેકોર્ડ સારો રહ્યો નથી. પણ એક સત્ય એ પણ છે કે વર્ષ 2017ની ચેમ્પિયંસ ટ્રોફીના ફાઈનલમાં અમે ટીમ ઈંડિયાને 180 રનના મોટા અંતરથી હરાવ્યુ હતુ. આ મેચમાં મળેલી જીત પછી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે અને વિશ્વાસ છે કે અમે ભારતને ટક્કર આપી શકીએ છીએ.