બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: રવિવાર, 8 ઑક્ટોબર 2023 (18:01 IST)

IND vs AUS World Cup 2023 - ભારતે ઓસ્ટ્રેલિયાને 199 રનના સ્કોર પર ઓલઆઉટ કર્યો

IND vs AUS World Cup 2023 - ઓસ્ટ્રેલિયાની 9મી વિકેટ પડી. એડમ ઝમ્પા 20 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વિરાટ કોહલીએ ઝમ્પાનો કેચ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 48.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા.

ભારત તરફથી બોલિંગ કરતી વખતે કુલદીપે 8 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, ડેવિડ વોર્નર પોતાનો આઠમો રન બનાવતાની સાથે જ વર્લ્ડ કપમાં હજાર રન બનાવનાર ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો.