* ચીની સિક્કાઓને મુખ્ય દરવાજાની સાથે લાલ દોરા વડે બાંધીને અંદરની તરફ લટકાવો અથવા આ સિક્કાઓને તમે તમારા પર્સમાં પણ રાખી શકો છો.
* ચીની અંદર એક અદ્રશ્ય શક્તિ છે જે મનુષ્ય અને વાતાવરણને જોડે છે. આનો ઉપયોગ કરીને તમે તમારા ભાગ્યને સુધારી શકો છો.
* ચીને બ્રહ્માંડીય ઉર્જા પણ કહે છે. આ મસ્તિષ્ક અને પદાર્થને પણ સંયુક્ત કરે છે. આ એક એવા બોલ સમાન હોય છે જે પ્રાકૃતિક ચક્રોને એકબીજાની સાથે જોડીને રાખે છે.
* ચી શરીરની જીવનશક્તિ છે. જ્યારે ચી ઘર કે રૂમની મધ્યમાં પ્રવાહીત થાય છે તો એક પ્રકારના સુખદાયી અને ઉત્સાહવર્ધક વાતાવરણનું નિર્માણ થાય છે.
* શિવલીંગ અને આકડાના મૂળની ગણેશજીની મૂર્તિ પણ તમે તમારા ઘરમાં રાખી શકો છો. આની પૂજાનું વિશેષ મહત્વ છે.
* ક્રિસ્ટલ એટલે કે પારદર્શક કાચના બોલથી બનાવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સૌભાગ્ય વૃધ્ધિ માટે ઘરમાં શુભ સ્થળો પર મુકવાથી લાભ થાય છે.
* ફેંગશુઈમાં દર્પણનો પ્રયોગ પણ ઉપયોગી છે. આ આપણા ઘરની અંદર આવતાં ખરાબ પ્રભાવોને દૂર કરે છે. આને બારીની પાસે લટકાવીને રૂમની અંદર પ્રાકૃતિક પ્રકાશ અને વધારે ઉર્જા મેળવી શકાય છે.
* દર્પણને ક્યારેય પણ પોતાના બેડની પાસે ન રાખશો.
* માછલી પરીક્ષામાં સફળતા, નોકરીમાં પદોન્નતિ તેમજ ઉપલબ્ધીની પ્રતિક માનવામાં આવે છે.
* ફેંગશુઈ અનુસાર હાસ્ય વેરતાં બુધ્ધને ઘરમાં રાખવાથી પરિવારના સદસ્યોને પ્રસન્નતા અને હાસ્ય પ્રદાન થાય છે તેમનું હાસ્ય આપણને તે સંદેશ આપે છે કે ક્યારેય પણ દુ:ખી ન થશો હંમેશા પ્રસન્ન રહો.
|