સલાહ | લેખ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » ફેંગશુઈ » સલાહ » ફેંગશુઈ પ્રમાણે કેટલીક ટીપ્સ
સલાહ
Bookmark and Share Feedback Print
 

W.D
- પૈસા મુકવાનુ પર્સ, બોક્સ, બેંકની પાસબુક, કેશ રજિસ્ટર વગેરે પર ફેંગશુઈના ત્રણ સિક્કા લગાડવાથી આવક વધે છે, અને તમારી પાસે પૈસાની બરકત રહે છે.

- લાલ દોરામાં પરોવેલા ફેંગશુઈના ત્રણ સિક્કા અને ત્રણ નાની-નાની ઘંટડીઓ દરવાજા પર લટકાવવાથી ઘરમાં સમૃધ્ધિ આવે છે. પરંતુ યાદ રાખો કે આ સિક્કાવાળી ઘંટડીઓ એવા દરવાજા પાછળ ન લટકાવો જેનો દરવાજો બહારની તરફ ખુલતો હોય, નહિ તો તેની નકારાત્મક અસર થશે.

W.D
- મોઢામાં સિક્કા લીધેલો ત્રણ પગવાળો દેડકો ઘરમાં એ રીતે રાખો કે જેથી એવુ લાગે કે તે ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાથી એવુ લાગશે કે દેડકો તમારા ઘરમાં ધન લઈને આવી રહ્યો છે. પરંતુ યાદ રાખો કે દેડકનુ મોઢુ બહારની તરફ હશે તો પ્રભાવ પણ ઉલટો પડશે. આ દેડકાને ડ્રોઈંગરૂમમાં રાખવો શુભ છે, પરંતુ તેને ક્યારેય સંડાસ-બાથરૂમ તરફ ન મુકશો.

- તમારા સૌભાગ્યની રક્ષા માટે કે તેની લાંબી વય માટે ડ્રેગન રાખો. તેને ડ્રોઈંગરૂમમાં રાખવો જોઈએ બેડરૂમમાં ક્યારેય ન રાખશો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ફેંગશુઈ, ટીપ્સ