લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ અને ખેતી -2
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
* જમીન પર વાવણી પુર્વ દિશા તરફથી શરૂ કરીને પશ્ચિમ દિશા તરફ કરવી જોઈએ. આનાથી ખેતીને સુર્યપ્રકાશ અને ઉર્જાનો ભરપુર લાભ મળશે.

* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીન પર કુવો, બોર, નળ વગેરે ઈશાનખુણામાં હોવા જોઈએ. ખેતરના અગ્નિ, નૈઋત્ય તેમજ વાયવ્ય ખુણામાં કુવો, નળ કે બોર માનસિક અશાંતિનું કારણ બની શકે છે.

* ખેતરમાં જો સિંચાઈ નહેરના માધ્યમ વડે પાઈપ લાઈન બનાવીને કરવાની હોય તો આ લાઈન ખેતરના પૂર્વ, ઉત્તર કે ઈશાન ખુણા દ્વારા ખેતરમાં આવવી જોઈએ.

* ખેતરમાં ફાર્મ હાઉસ, ઘર કે ઝુંપડી નૈઋત્ય ખુણામાં બનાવવી જોઈએ.

* જો ખેતરમાં જ મજુરોની રહેવાની વ્યવસ્થા કરવી હોય તો આ અગ્નિ ખુણામાં કે પશ્ચિમ દિશામાં જ કરવી જોઈએ. આ વ્યવસ્થા નૈઋત્ય ખુણામાં ક્યારેય પણ ન કરવી. નહિતર મજુર આળસુ, કામચોર અને ઉદ્દંડ થઈ જશે.

* ખેતરમાં પાળતુ જાનવરોનો તબેલો પશ્ચિમ કે વાયવ્ય ખુણામાં હોવો જોઈએ. આનાથી પશુઓ વડે ભરપુર લાભ પ્રાપ્ત થશે. બાંધવી વખતે પશુઓના મોઢા ઉત્તર દિશા તરફ હોવા જોઈએ. જો આવુ શક્ય ન હોય તો પુર્વ દિશા તરફ મોઢુ કરીને પશુઓ બાંધો.

* ખેતરની જમીનના નૈઋત્ય ખુણાવાળા ભાગમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં 10 કે 20 ફુટ લંબાઈની 6 ફુટ ઉંચાઈની પથ્થરની જાડી દિવાલ બનાવવી લાભકારી છે. ખેતરના પુર્વ તેમજ ઉત્તર દિશા તરફ ક્યારેય પણ ચારદિવાલ ન હોવી જોઈએ. હા તેની જગ્યાએ તમે કાંટાવાળા તાર કે ફેસિંગ કરાવી શકો છો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ અને ખેતી, વાસ્તુશાસ્ત્ર, ખેતી, જમીનની પસંદગી