ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

ફળ ફૂલની ખેતી અને વાસ્તુ

W.D
* આજકાલ ફૂલોની ખેતીનું પ્રચલન ભારતમાં પણ વધી રહ્યું છે, કેમકે આ રોકડી ખેતી હેઠળ ગણવામાં આવે છે. જો તમારે ફૂલોની ખેતી કરવી હોય તો પુર્વ દિશા તરફ લાલ અને ગુલાબી, ઉત્તર દિશા તરફ સફેદ અને પીળા ફૂલ, દક્ષિણ દિશા તરફ વાદળી અને ભુરા ફૂલ તેમજ પશ્ચિમ દિશા તરફ વાદળી અને જાંબલી ફૂલ લગાવવા જોઈએ.

* ખેતરની વચ્ચે કોઈ ટેકરો ન હોવો જોઈએ અને વધારે ઉંચા થનાર ઝાડ, ફૂલ-છોડ પણ ન લગાવવા જોઈએ.

* ફળોનું ઉત્પાદન કરતી વખતે પુર્વ અને ઉત્તર તરફ ઓછી ઉંચાઈવાળા ઝાડ લગાવવા જોઈએ. આમળા, આમલી, લીમડો, કેરી, જાંબુ, નારિયેળ, કોઠા કે કાંટાવાળા ઝાડ માત્ર દક્ષિણ દિશા તરફ જ લગાવવા જોઈએ. જામફળ પુર્વ દિશા તરફ, શરીફા ઉત્તર દિશા તરફ અને દાડમના છોડ પશ્ચિમ દિશા તરફ લગાવવા જોઈએ.

* દ્રાક્ષ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લગાવવી જોઈએ અને આની અંદર પાણી પણ દક્ષિણથી ઉત્તર દિશા તરફ આપવું જોઈએ.