ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

કેટલી રાખશો મકાનની ઉંચાઈ

વાસ્તુ મુજબ કરાવો બાંધકામ

N.D
ચાર દિવાલો - મકાનમાં ચાર દિવાલોનુ નિર્માણ કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે દક્ષિણ-પશ્ચિમ દિશાની ચાર દિવાલો ઉત્તર અને પૂર્વ દિશા કરતા જાડી અને ઉંચી રાખો.

નિર્માણ કાર્ય ક્રમવાર - જો મકાનનુ બાંધકામ ક્રમ મુજબ કરાવવુ હોય તો વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ જ કરાવો. વાસ્તુ મુજબ સૌ પ્રથમ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં નિર્માણ કાર્ય કરાવો.

મકાનની ઉંચાઈ - વાસ્તુ મુજબ કોઈ મકાનની ઉંચાઈ કેટલી હોવી જોઈએ, તેનુ પુરૂ ધ્યાન રાખવુ જોઈએ. ઉંચાઈનો હિસાબ લગાવવા માટે મકાનની પહોળાઈના 16માં ભાગમાં ચાર હાથ, 96 વેંત જોડીને જેટલો સરવાળો થાય, તેની બરાબર ઉંચાઈ હોવી જોઈએ.

જો બહુમાળી મકાનની યોજના હોય તો પહેલી ઉંચાઈમાંથી 12મો ભાગ ઓછો કરીને બીજા માળની ઉંચાઈ રાખો. આ જ ક્રમ ત્રીજા અને ક્રમશ: ચોથા માળ માટે પણ રાખો. ત્રીજા માળ માટે બીજા માળથી 12મુ માન ઓછુ કરો. દરેક માળ માટે આ સામાન્ય ક્રમ ઉંચાઈ માટે છે.

જો આ ક્રમથી 4,31/2, 3 હાથ જોડી દો, તો આ ઉંચાઈ ઉત્તમ મધ્યમ, કનિષ્ઠ ત્રણ પ્રકારની રહેશે. જો આ ક્રમમાંથી પણ ક્રમશ 4 હાથમાં 20,18,16 વેંત અને 31/2 અને 3 હાથમાં 27,21,15 વેંત વધુ જોડો, તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ઉંચાઈના ત્રણ-ત્રણ ભેદ વધુ થઈ જશે. આ પ્રકારે કુલ 12 ભેદ થશે. જેમા 8મો અને 10મો ભેદ એકસમાન રહેવાથી 11 ભેદથી જ માનવામાં આવશે. મકાનમાં ઉંચાઈનો હિસાબ આ પ્રકારે જ રાખવો શુભ હોય છે.