ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ મુજબ સ્ટડીરૂમ

જો બાળકોનું અભ્યાસમાં મન ન લાગે તો

N.D
જો બાળક ભણવામાં હોશિયાર છે, પરંતુ અચાનક તેમનુ મન અભ્યાસમાંથી ઓછુ થવા માંડે અથવા તો બિલકુલ ન લાગતુ હોય તો એક નજર સ્ટડી રૂમ પર પણ નાખો. મૂળત: પૂર્વ, ઈશાન અને ઉત્તર દિશાઓ જ્ઞાન માટેની માનવામાં આવે છે. જેમનો સ્વામી ક્રમશ ઈંદ્ર, શંકર, અને કુબેર સમજવામાં આવે છે. તેનાથી જ ઝડપી જ્ઞાન અને ધનની પ્રાપ્તિ શક્ય છે. તેથી સ્ટડી રૂમ ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં જ બનાવો.

સ્ટડી ટેબલ એવુ રાખવામાં આવે કે બાળકનુ મોઢુ પૂર્વ કે ઉત્તર કે ઈશાનમાં હોય. સ્ટડીરૂમ ન હોય તો બાળકો જ્યા પણ ભણવા બેસે ત્યારે ત્યાં પણ તેમનુ મોઢુ પૂર્વ, ઉત્તર કે ઈશાનમાં હોવુ જોઈએ. હંમેશા બાળકોને બેસીને વાંચવા માટે પ્રેરિત કરો, ક્યારેય સૂતાં-સૂતાં કે પથારીમાં ફેલાઈને ન વાંચવુ જોઈએ.

N.D
સ્ટડી રૂમમાં ઢગલો ફોટા લગાવવાથી બચો. ઘડિયાળ પૂર્વ કે ઉત્તરની દિવાલ પર લગાવો. ઉત્તરની દિવાલ પર પાણી દર્શાવતી તસ્વીર અથવા વાદળી રંગ લગાડવો શુભ છે.

રૂમ હંમેશા ચોખ્ખો અને વ્યવસ્થિત ગોઠવેલો રાખો. ઈશ્વરનુ સ્મરણ કરીને વાંચવા બેસો અને વાંચતી વખતે સ્ટીલ અથવા ચાંદીની વાડકીમાં પાણી ભરીને સામે મુકો. એકાગ્રતા વધશે અને સફળતા ચોક્કસરૂપે મળશે.