ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુદોષ દૂર કરશે નકશીદાર વાસણો

N.D
ભારતીય કલા જ્યાં એક બાજુ વૈજ્ઞાનિક અને તકનીકી પર આઘારિત છે, ત્યાં બીજી બાજુ આ કલા ભાવ અને રસનો સંદેશ જીવંત રાખે છે. આજકાલ ઘરના કામકાજમાં ઉપયોગમાં લેવાતા વાસણોમાં હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નક્કાશી કરવામાં આવી રહી છે.

આવા કેટલાક ખાસ વાસણોમાં પીત્તળના વાસણ ઘરનો વાસ્તુદોષ દૂર કરે છે. આ વાસણોની નક્કાશી આ જ દ્રષ્ટિકોણને ધ્યાનમાં મુકીને કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના આકાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સાથે જ એ પણ બતાવાય છે કે ઘરના કયા ભાગમાં મુકવાથી વાસ્તુદોષ ઓછો થશે.

પીત્તળના વાસણો આમ પણ શુભ માનવામાં આવે છે. પીત્તળના મોટા આકારના આ વાસણો પર ભગવાના સૂક્ષ્મરૂપની નક્કાશી કરવામાં આવે છે જે ખૂબ શુભ માનવામાં આવે છે. આ સૂક્ષ્મ નક્કાશી વાસ્તુદોષને દૂર કરી ઘરને સુખ-સમૃધ્ધિથી ભરી દે છે. આને ઘરની દિવાલો અને દરવાજા પર મૂકવામાં આવે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વાસણ એટલા શુભ છે કે લોકો તેમા ઘઉં, ચોખા ભરીને પોતાના ઘરમાં મુકે છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની બરકત રહે છે. મોટાભાગના લોકો આ વાસણોને કલાની દ્રષ્ટિએ પણ ખરીદે છે. વર્તમાન સમયમાં બજારમાં વાસ્તુમુજબ મળી રહેતા આ વાસણો પર કારીગરીનો અદ્દભૂત નમૂના પર આંખો ટકી જાય છે.