ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ પ્રમાણે ઘરમાં સકારાત્મક ઉર્જા

N.D
- ઘરના મુખ્ય દરવાજો હંમેશા બીજા દરવાજાઓ કરતા મોટો અને મજબૂત હોવો જોઈએ, જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને નકારાત્મક ઉર્જાને બહાર રોકી શકાય. દરવાનો મજબૂત રાખવાથી દુશ્મનોથી પણ રક્ષણ મળે છે.
- ઘરમાં વધુ દરવાજા ન હોવા જોઈએ, વધુ દરવાજાને કારણે પ્રાણિક ઉર્જા ઘરમાં વધુ ટકતી નથી જે ઘરની શાંતિ માટે શુભ નથી.
- ઘરમાં પ્રવેશતાંની સાથે જ રસોડું ન હોવુ જોઈએ, જો રસોડુ હોય તો રસોડા ઉપર ગણેશજીનો ફોટો લગાવો.
- ઘરમાં પ્રવેશતાની સાથે બાથરૂમ હોવુ એ પણ વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય નથી, બાથરૂમ હોય તો તે હંમેશા બંધ રહે તેનુ ધ્યાન રાખો, અને બાથરૂમ પર બહિર્ગોળ અરીસો લગાવો.
- સંડાસના દરવાજાને હંમેશા બંધ રાખો, તેની ઉપર કોઈ ફાલતું સજાવટ કરશો નહી
- ઘરના મુખ્ય દરવાજા બહાર ક્યારેય અંધારુ ન હોવુ જોઈએ, અંધારુ હોય તો બહાર જીરો બલ્બ લગાવી રાખો.
- તમારા ઘરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે સીડી ન હોવી જોઈએ. આવુ હોય તો ઘરમાં રહેનાર બીમાર રહે છે.
-