સલાહ | લેખ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ ટીપ્સ - કેંડલ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર કરો

P.R
વાસ્તુ પ્રમાણે ઘરની સજાવટ કરશો તો ઘર સુશોભિત દેખાશે જ સાથે સાથે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થશે. ઘરની સજાવટ માટે તમે ક્યારેય કેંડલ્સ વિશે વિચાર્યુ છે ? કેંડલ્સ સજાવટ માટે ખૂબ જ પ્રચલિત છે. કેંડલ્સના આટલા પોપ્યુલર હોવાનું કારણ છે એ તમારા મુડને બદલી શકે છે. એ એમની મોહકતા બે રીતે પ્રદાન કરે છે એ વાતાવરણમાં પવિત્રતા ફેલાવે છે અને એના ઓગળતા મીણને જોવાથી તમારો મૂડ પણ બદલાઇ જાય છે અને તમે રિલેક્સ્ડ ફિલ કરશો.

કેંડલ્સ વાપરવાથી તમે તમારા ઇમોશન્સને સમજી શકશો. કેંડલ્સ એક સોફ્ટ ઓરેન્જ લાઇટ પ્રસરાવે છે જે ઇલેક્ટ્રીક લાઇટીંગના ઇ.એમ.એફ ને જનરેટ નથી કરતું. કેંડલ્સનો આ મધ્ધમ પ્રકાશ વાતાવરણને રોમેનટીક બનાવવા માટે ઉત્તમ છે.

પાંચ તત્વોમાં કેંડલ્સનો અગ્નિ સાથે સંબંધ છે. અહીયાં કેંડલ્સ વાપરવાની કેટલીક ટિપ્સ છે.

કેંડલ્સને કોઇ ઇફેક્ટ માટે જ પેટાવવી, અને એક વાતનું ધ્યાન રાખવું, કે તમે રૂમમાં ન હોવ તયારે કેંડલ્સને સળગતી ન મુકવી. કેંડલ્સને દિવસમાં અડધો કલાક માટે પેટાવવું પૂરતું છે.

જો તમે વધારે એક્સપ્રેસીવ, આઉટગોઇંગ અને સોશિયલ ફિલ કરવા માંગતા હોવ તો, તમારા રૂમના દક્ષિણ ભાગમાં વધારે પ્રમાણમાં કેંડલ્સ મુકો. આમ કરવાથી એ દક્ષિણ ભાગને મજબૂત કરે છે અને તમને તમારો મૂડ બદલાવામાં મદદ કરે છે.

તમે તમારા સંબંધમાં સ્થિરતા અને નિકટતા મહેસૂસ કરવા ઇચ્છતા હોવ તો, તમારા રૂમના દક્ષિણ-પશ્વિમ ભાગમાં બે કેંડલ્સ મુકો. કેંડલ્સની અગ્નિ દક્ષિણ-પશ્વિમ ભાગના તત્વને ટેકો આપે છે અને તમને તમારી ભાવનાઓ સમજવામાં સહાયરૂપ થાય છે.

વધુ દૃઢ નિશ્વયી બનવા અને તમારા જીવનમાં ઊંડુ જ્ઞાન મેળવવા માટે, તમારા ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં કેંડલ્સ લગાવો. કેંડલ્સની અગ્નિ ઉત્તર-પૂર્વ ભાગના તત્વને ટેકો આપે છે. ઉત્તર-પૂર્વ ભાગ તરફ મોં રાખીને તમે આ કેન્ડલને એકધારું જોતા, અહીયા મેડીટેશન પણ ટ્રાય કરી શકો છો.

રોમેન્સને વધારવા માટે તમે તમારા ઘરના પશ્વિમ ભાગમાં બે કેંડલ્સ લગાવો. આ કેંડલ્સને માટીના વાસણ કે માટીથી બનેલા સ્ટેન્ડમાં મુકો, જેથી કેંડલ્સના અગ્નિ તત્વ, અને પશ્વિમના મેટલ તત્વમાં સુમેળ રહે.

અગ્નિ અને પાણીનું દૃશ્ય નાટકીય હોઇ શકે છે, અને તમારા બાથટબમાં તરતી કેંડલ્સ આ ઇફેક્ટ આપી શકે છે. એવી જ રીતે, પાણીની કોઇ વસ્તું અને કેંડલ્સ અત્યંત આકર્ષક લાગે છે. અગ્નિ અને પાણી તત્વ વચ્ચે સુમેળ સાધવા, લાકડાનો ઉપયોગ કરો. કેંડલ્સને લાકડાથી બનેલી વસ્તુંમાં મુકો.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia