રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 26 એપ્રિલ 2020 (16:20 IST)

કોવિડ-19નું સંક્રમણ દુનિયાભરમાં સતત ફેલાઈ રહ્યું છે, પરંતુ એક એવો દેશ પણ છે જ્યાં તેની નામમાત્રની અસર વર્તાઈ રહી છે.

આ દેશ વિયેતનામ છે. તેની સીમા એ ચીન સાથે જોડાયેલી છે, જ્યાંથી આ મહામારીની શરૂઆત થઈ હતી. વિયેતનામની વસતી પણ 9.7 કરોડ આસપાસ છે.
 
પરંતુ 23 એપ્રિલ સુધી આ દેશમાં કોવિડ-19ના સંક્રમણના માંડ 268 કેસ સામે આવ્યા છે.
 
એટલું જ નહીં અત્યાર સુધીમાં વિયેતનામમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ કોવિડ-19થી થયું નથી.
 
શરૂઆતમાં કોરોના વાઇર સામે વિયેતનામે પોતાના લોકોને જાગરૂક કરીને આ મહામારી સામે એક રીતે યુદ્ધસ્તરની તૈયારી કરી હતી, પરંતુ હવે અહીં પ્રતિબંધ હઠાવાઈ રહ્યા છે અને સ્કૂલો ફરીથી ખોલવાની પરવાનગી અપાઈ છે.
 
એવામાં સવાલ એ થાય કે વિયેતનામે એવું શું-શું કર્યું છે કે અન્ય દેશો પણ તેને મૉડલના રૂપમાં અપનાવી શકે.