શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ઇમરાન કુરૈશી , મંગળવાર, 28 એપ્રિલ 2020 (16:37 IST)

કોરોના લૉકડાઉનમાં ગરીબોને મદદ કરવા માટે પોતાની જમીન વેચી મારી

'જો આપણે ધર્મ જોઈને લોકોને ખાવાનું આપીશું તો ઇશ્વર આપણી સામે જોવાનું બંધ કરી દેશે.' આવું કહેવું છે મુઝમ્મિલ અને તજમ્મુલ નામના બે ભાઈઓનું. કર્ણાટકના કોલારમાં રહેનારા આ બે ભાઈઓએ લૉકડાઉનમાં ગરીબ લોકોને ખાવાનું ખવડાવવા માટે 25 લાખમાં પોતાની જમીન વેચી દીધી છે.
 
મુઝમ્મિલ પાશા બન્ને ભાઈઓમાં નાના છે. 
 
37 વર્ષના મુઝમ્મિલે બીબીસીને કહ્યું, "અમને લાગે છે કે ઘણાં બધાં લોકો છે જે ગરીબ છે, જેમની પાસે ખાવા માટે કાંઈ નથી. એક સમય હતો જ્યારે અમે પણ ગરીબ હતા. કોઈએ અમારા માટે ભેદભાવ નથી રાખ્યો, તેમણે અમને મદદ કરી છે."
જ્યારે અમને બન્ને ભાઈઓને અહેસાસ થયો કે લૉકડાઉનના કારણે ઘણાં ગરીબ લોકો માટે સ્થિતિ મુશ્કેલી ઊભી થઈ તો બંને ભાઈઓએ તકલીફમાંથી પસાર થવું પડ્યું છે તો આ બંને ભાઈઓએ પોતાની જમીનનો એક ટુકડો વેચવાનો નિર્ણય કર્યો.
 
એ જમીન પર પર તે પોતાની ખેતીકામની વસ્તુઓને સાચવવા માટે કરતા હતા.
મુઝમ્મિલ કહે છે, 'અમે જમીનનો ટુકડો અમારા એક મિત્રને વેચ્યો છે. તે ઘણો ભલો માણસ હતો અને તેણે એ જમીનનાં બદલે 25 લાખ રૂપિયા આપ્યા. આ દરમિયાન બીજા પણ અનેક મિત્રોએ પોત-પોતાની રીતે મદદ કરી. કોઈએ 50 હજાર રૂપિયા આપ્યા તો કોઈએ એક લાખ રૂપિયા આપ્યા. વાસ્તવિક રીતે એ કહેવું યોગ્ય નથી કે હાલ સુધી કેટલો ખર્ચ કર્યો છે. જો ભગવાનને જાણ હોય તો ઘણું છે.' 
 
કોઈપણ પ્રકારના ભેદભાવ વિના મદદ
 
તે કહે છે, 'અમે ગરીબોને ખાવાનું આપવાનું શરૂ કર્યું. જે કોઈ પણ જગ્યા પર અમને ખબર પડી કે કોઈ તંગીનો સામનો કરી રહ્યાં છે તો અમે તેમને 10 કિલો ચોખા, 2 કિલો લોટ, એક કિલો દાળ, એક કિલો ખાંડ, 100-100 ગ્રામ મરી-મસાલો અને સાબુ વગેરે વસ્તુઓ આપી.'
માસ્ક પહેરવાને લઈને હાલ પણ અનેક લોકોમાં ઘણો સંશય અને સંદેહ પણ ઘણો છે.
રમઝાન શરૂ થયે બે દિવસ થયા છે અને આ દિવસોમાં અઢી હજારથી ત્રણ હજાર લોકોને ખાવાના પૅકેટ આપી રહ્યા છે.
 
આ બંને ભાઈઓએ ઘણી નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવ્યા હતા.
 
જ્યારે પિતાનું મૃત્યુ થયું તો મોટા ભાઈ ચાર વર્ષના હતા અને નાના ભાઈ ત્રણ વર્ષના હતા. પરંતુ આ દુઃખ અહીં પૂર્ણ ન થયું.
 
40 દિવસ પછી તેમનાં માતાનું અવસાન થયું. બંને દીકરાઓને તેમના દાદીએ ઉછેર્યા.
એક સ્થાનિક મુસ્લિમે તેમને એક મસ્જિદમાં રહેવાની જગ્યા આપી. મસ્જિદની પાસે એક મંડી હતી, ત્યાં બંને ભાઈઓએ કામ શરૂ કર્યું.
 
મુઝમ્મિલ કહે છે, "અમે બંને ખૂબ ભણેલાં-ગણેલાં નથી. વર્ષ 1995-96માં અમે દરરોજ 15થી 18 રૂપિયા કમાતા હતા. કેટલાંક વર્ષો પછી મારા ભાઈએ મંડી શરૂ કરવા અંગે વિચાર્યું."
જલદી બંને ભાઈઓએ બીજી અનેક મંડીની શરૂઆત કરી. હવે તે આંધ્રપ્રદેશ અને તામિલનાડુથી કેળાં લાવે છે અને ડીલરોની સાથે જથ્થાબંધ વેપાર કરે છે.
 
પરંતુ ગરીબોને ખાવાનું ખવડાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?
 
મુઝમ્મિવ કહે છે, 'અમારી દાદીએ અમને કહેતા હતા કે અમારા ઉછેર માટે ઘણાં બધાં લોકોએ મદદ કરી હતી. કોઈએ પાંચ રૂપિયાની મદદ કરી તો કોઈએ દસ રૂપિયાની કરી. તે કહ્યા કરતા હતા કે અમારે કોઈપણ ભેદભાવ વિના લોકોની મદદ કરવી જોઈએ. તે અરબી ભણાવ્યા કરતા હતા.'
 
'મુઝમ્મિલ કહે છે, 'ધર્મ માત્ર અહીં ધરતી પર જ છે. ઇશ્વરની પાસે નથી. તે આપણાં સૌ પર નજર રાખે છે તે માત્ર આપણી ભક્તિને જુએ છે બાકી કાંઈ નહીં.'