એક અઠવાડિયુ વહેલી આવશે 'કુરબાન'

વેબ દુનિયા|

IFM
બે મોટી ફિલ્મો(કરણ જોહરની 'કુર્બાન' અને પ્રિયદર્શનની 'દે દના દન')ની ટક્કરને ટાળવામાં આવી છે. આ બંને ફિલ્મો પહેલા જાહેર કાર્યક્રમ મુજબ 27 નવેમ્બરના રોજ રજૂ થવાની હતી, પરંતુ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 'કુરબાન' એક અઠવાડિયુ વહેલી એટલે કે 20 નવેમ્બરે રજૂ થશે. જ્યારે કે 'દે દના દન'ની રીલીઝ ડેટમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યુ.

'કુર્બાન'ને યૂટીવી રજૂ કરી રહી છે, યૂ ટીવીના સિધ્ધાર્થ રોય કપૂરે આની ખાતરી કરતા કહ્યુ કે 'અમે વિચાર્યુ કે એક જ દિવસે બે મોટી ફિલ્મોનુ રજૂ થવી યોગ્ય નહી રહે, તેનાથી બંને ફિલ્મોને નુકશાન થશે. તેથી રીલિઝ ડેટ હવે 20 નવેમ્બર કરવામાં આવી છે.


આ પણ વાંચો :