કેટરીના કેફ બીમાર, આરામની સલાહ

વેબ દુનિયા|

IFM
બોલીવુડના કલાકાર પોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે. પ્રિયંકા ચોપડા અને અસિનનુ સેટ પર બેહોશ થવાના સમાચાર આવ્યા હતા, કારણ કે તેમણે કામ વધુ અને આરામ ઓછો કર્યો હતો. તાજા સમાચાર લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફના છે.

છેલ્લા કેટલાક દિવસોથી કેટરીના કેફને સારૂ નહોતુ લાગી રહ્યુ, તેમ છતાં તે આરામ કરવાને બદલે પોતાના વ્યસ્ત શેડ્યૂલને મહત્વ આપી રહી હતી. પરંતુ ત્રણ દિવસ પહેલા તેની એવી હાલત થઈ ગઈ કે એ ખૂબ જ નબળાઈ અનુભવવા માંડી.

છેવટે તેને ડોક્ટર પાસે જવુ જ પડ્યુ. તેની તપાસ કરવામાં આવી અને કમળો હોવાનો રિપોર્ટ આવ્યો. સાથે જ હિમોગ્લોબિનની માત્રા પણ ઓછી જોવા મળી. ડોક્ટરે તેને થોડાક દિવસ આરામ કરવાની સલાહ આપી છે અને ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી દીધી છે.
જેના કારણે તે હવે 'દે દના દન'ના પ્રમોશનમાં ભાગ નહી લઈ શકે. કેટરીના છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત છે. દિવાળી પર તેની 'બ્લૂ' પ્રદર્શિત થઈ. ત્યારબાદ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગઈ. આ ફિલ્મનુ સેલિબ્રેશન પુરૂ થયુ નહી કે 'દે દના દન'ની રિલીઝ ડેટ નજીક આવી ગઈ સાથે સાથે શૂટિંગ પણ ચાલતુ જ રહ્યુ.

હવે કેટરીના આરામ કરી રહી છે અને જલ્દી સારી થઈને કામ પર પાછી ફરવા માંગે છે. એ નથી ઈચ્છતી કે તેને કારણે બીજા લોકોને નુકશાન ઉઠાવવુ પડે.


આ પણ વાંચો :