લતાજીને ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન

નવી દિલ્હી | ભાષા| Last Modified સોમવાર, 30 નવેમ્બર 2009 (11:55 IST)

સ્વર કોકિલા અને ભારત રત્નથી સમ્માનિત ગાયિકા લતા મંગેશકરને ફ્રાંસના સૌથી મોટા નાગરિક સન્માન ઓફિસર ડી લા લીઝન ધિ ઓનરથી સન્માનિત કરવામાં આવશે.

દેશમાં ફ્રાંસના રાજદૂત જેરોમ બોન્નાફોંટે જણાવ્યું કે, 2 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લતાજીને સન્માનિત કરવામાં આવશે.

ફ્રાંસમા કલાકારોનું સમર્થન આપવાની પરંપરા રહી છે. લતાને સન્માન આપવું આ વાતનો પૂરાવો છે કે, તેનું સંગીત અનુપમ છે. આ અગાઉ આ સન્માન ઓસ્કાર વિજેતા ભારતીય નિર્દેશક સત્યજિત રે તથા મહાનાયક અમિતાભ બચ્ચનને આપવામાં આવી ચૂક્યું છે.


આ પણ વાંચો :