કારણ કે, આજે રોબર્ટ અનેક યુવા દિલોની ધડકન બની ગયો છે. ટ્વિલાઈટ શ્રેણીની બન્ને ફિલ્મોના મળેલા પ્રતિસાદ બાદ યુકે ગ્લેમર નામની મેગેઝીને તેને 'ધિ સેક્સિયેસ્ટ મેન ઑફ ધિ વર્લ્ડ' નો ખિતાબ આપી દીધો છે. રોબર્ટ સાથે 'મેન ઑફ ધિ યિઅર 2009' નું ટેગ પણ જોડાઈ ચૂક્યું છે. ટ્વિલાઈટ ફિલ્મ બાદ લોકો રિયલ લાઈફમાં આ ફિલ્મસ્ટારનો અવાજ સાંભળવા માટે અધીરા બની ગયાં છે.