શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:17 IST)

Tik Tok video: સિંગર નેહા કક્કડે લોકોને Tik tok વીડિયો બનાવતી વખતે સુરક્ષિત રહેવાનુ કહ્યુ

સિંગર નેહા કક્કડ પોતાના સુરીલી અવાજમાં બધનૌ દિલ જીતી લે છે. તેના ગીત TikTok(TikTok) એપ પર ખૂબ જ ફેમસ છે. ફક્ત આટલુ જ નહી તે TikTok વીડિયોઝ પણ બનાવે ક હ્હે. જોકે હવે આ એપ ભારતમાં બૈન કરવામાં આવ્યો છે. નેહા કક્કડે થોડા સમય પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમા તે લોકોને ખુદને સુરક્ષિત રહેવાની અપીલ કરી. નેહા કક્કડનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
અનેક સેલિબ્રિટીઝની જેમ નેહા કક્કડ પણ TikTok​ નો ખૂબ ઉપયોગ કરે છે અનેત એ પોતાના વીડિયોઝ શેયર કરતી રહે છે. 
TikTok​  એપ હવે ભારતમાં બૈન થઈ ગયો છે. હવે કોઈપણ વ્યક્તિ આ એપને ડાઉનલોડ કરી શકતી નથી. જો કે જેની પાસે પહેલાથી એપ છે તે તેનો ઉપયોગ કરી શકે છે. લોકો વિચારી રહ્યા છે કે ભારતમાં આ એપને કેમ બૈન કરવામાં આવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે આ એક ચાઈંનીઝ એપ છે જેને કારણે લોકોને પરેશાની થઈ રહી છે. 
ટીનએજર પોતાનો ઘણો સમય TikTok​ પર વીડિયો બનાવવામાં બરબાદ કરે છે. આ એપનો ઉપયોગ કરવાથી અનેક એક્સીડેંટ અને મોતના કેસ સામે આવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટએ TikTok​ એપને ભારતમાં બૈન કરવાનો ઓર્ડર આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 22 એપ્રિલના રોજ ફરીથી સુનાવણી કરશે.