દિગ્ગજ ફિલ્મ નિર્દેશકનું નિધન
પ્રખ્યાત બંગાળી ફિલ્મ નિર્માતા અને થિયેટર પર્સનાલિટી ગૌતમ હલદરનું શુક્રવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. નિર્માતાએ 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર, ગૌતમ લાડરને સવારે સોલ્ટ લેક સ્થિત તેમના નિવાસસ્થાને છાતીમાં દુખાવો થયો હતો, જેના પછી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિર્માતાના નિધનના સમાચાર બાદ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે.
પહેલી ફિલ્મમાં વિદ્યા બાલનને કરી હતી કાસ્ટ
તેમણે તાજેતરના સમયમાં રવીન્દ્રનાથ ટાગોરની 'રક્ત કરાબી' સહિત લગભગ 80 સ્ટેજ પ્રોડક્શન્સનું નિર્દેશન કર્યું હતું. હલદરે 2003માં તેની પ્રથમ ફિલ્મ 'ભાલો થેકો' સાથે બંગાળી સિનેમામાં પગ મૂક્યો હતો, જેમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતી. વધુમાં, તેણે 2019માં 'નિર્વાણ'નું દિગ્દર્શન કર્યું હતું, જેમાં મુખ્ય ભૂમિકામાં રાખી ગુલઝાર હતી.
મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું
તેમના નિધન પર શોક વ્યક્ત કરતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું, “પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક અને થિયેટર પર્સનાલિટી ગૌતમ હલદરના નિધનથી દુઃખી છું. તેમનું નિધન સંસ્કૃતિની દુનિયા માટે મોટી ખોટ છે. હલદરે 1999માં સરોદ ઉસ્તાદ ઉસ્તાદ અમજદ અલી ખાન પર 'સ્ટ્રીંગ્સ ફોર ફ્રીડમ' ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી.
વિદ્યા બાલન પહોંચી કોલકાતા
અહેવાલો અનુસાર, વિદ્યા શુક્રવારે સાંજે ફિલ્મ નિર્માતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા કોલકાતા પહોંચી હતી. તેણે કહ્યું કે તે નિર્માતાના આકસ્મિક નિધનથી દુખી છે. અભિનેત્રી વિદ્યા બાલને 2003માં ફિલ્મ 'ભલો થેકો'થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં પીઢ અભિનેત્રી રાખી ગુલઝારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓકટોબરના બીજા સપ્તાહની શરૂઆતમાં હલદર વિદ્યા સાથે કાલીઘાટ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ પહોચ્યા હતા. વિદ્યા બાલનની તેમની પ્રથમ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી હતી