Neha Kakkar Marriage - નેહા કક્કરનું સાસરિયામાં અનોખા અંદાજમાં સ્વાગત  
                                       
                  
				  				   
				   
                  				  સિંગર નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે લગ્નના બંધનમાં બંધાય ગયા છે.  બંનેના લગ્ન દિલ્હીમાં થયા હતા, પરંતુ હવે નેહા કક્કર પંજાબ પહોંચી ગઈ છે. રોહનપ્રીતનાં ઘરે નેહાનું વિશેષ સ્ટાઇલમાં સ્વાગત કરવામાં આવ્યું છે. નેહા અને રોહનપ્રીત ઢોલ પર નાચતા જોવા મળે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નેહા કક્કરે પિંક કલરનો સૂટ પહેરેલો છે અને રોહનપ્રીત સિંહ બ્લેક જેકેટમાં જોવા મળી રહ્યો છે.
				  										
							
																							
									  
	 
	રોહનપ્રીત અને નેહા સોમવારે પંજાબમાં રિસેપ્શન કરશે. રોહનપ્રીત પંજાબમાં હાજર પરિવાર અને મિત્રો માટે આ રિસેપ્શન રાખે છે. આપણે જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીત સિંહના લગ્નની વિધિઓ 22 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. મહેંદી, હળદર અને સગાઈ બંને બધા જ ફંક્શનમાં બંનેયે એક જેવા રંગના આઉટફિટ્સ પહેર્યા હતા. 
				  
	 
	કેટલાક સેલેબ્સ પણ તેમના લગ્નમાં સામેલ થયા હતા. તેમાં મનીષ પોલ, ઉર્વશી રૌતેલા, ઉર્વશી ધોળકિયા, અવનીત કૌર, જસી લોખા, અખિલ અને બાની સંધુનો સમાવેશ થાય છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	આ અગાઉ નેહા કક્કરના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી હતી. ફોટામાં નેહાએ ગ્રીન કલરનો લહેંગા પહેર્યો છે. રોહનપ્રીતે બ્લેક કલરનો ટ્રેકસૂટ પહેર્યો છે. ફોટો જોતા લાગે છે કે કદાચ હોટેલનો સ્ટાફ જ્યાં નેહાના લગ્ન થયા છે, તે નેહાને લગ્નની ખુશીમાં ફૂલોનો ગુલદસ્તો આપી રહ્યો છે.