Last Modified બુધવાર, 30 ઑક્ટોબર 2019 (11:23 IST)
દિવાળી પર ફેંસએ વિશ કરવાને કારણે બાદશાહ શાહરૂખ ખાને ટ્રોલર્સના નિશાન પર આવી ગયા છે. શાહરૂખે દિવાળી પર પત્ની ગૌરી અને પુત્ર અબરામ સાથે ફોટો ટ્વીટ કરી બધાને દિવાળીની શુભેચ્છા આપી હતી.
આ તસ્વીરમાં ત્રણેયે તિલક પણ લગાવ્યુ હતુ. પણ પોસ્ટના થોડી વાર પછી યુઝર્સ એ તેમને આ વાત માટે ટ્રોલ કરવા શરૂ કરી દીધા.
જો કે ટ્રોલર્સને જવાબ આપતા એક્ટ્રેસ શબાના આઝમીએ શાહરૂખનો સાથ આપ્યો છે.
એકવાર ફરી
શાહરૂખ ખાન હિન્દુ તહેવાર ઉજવવાને કારણે લોકોના ગુસ્સાનો ભોગ બન્યા છે. દિવાળી પર પરિવારના સભ્યો સાથે તિલક લગવીને તસ્વીર પોસ્ટ કરવાને કારણે તેમને નકલી મુસ્લિમ પણ કહી દીધુ.
યુઝર્સના આ રિએક્શનને જોતા અભિનેત્રી શબાના આઝમીએ જવાબ આપ્યો છે. અભિનેત્રીએ ટ્વીટ કર્યુ કે શાહરૂખ ખાનના દિવાળી ગ્રીટિંગથી ઈસ્લામવાદીઓમાં નારાજગી આવી છે. તિલક લગાવતા તેમને નકલી મુસલમાન કહી દીધુ. ઈસ્લામ એટલી કમજોર નથી કે સુંદર ભારતીય રીતિ રિવાજોને કારણે ખતરમાં આવી ગયા. ભારતની સુંદરતા ગંગા જમુની તહજીબમાં છે.
આ પહેલા પણ શાહરૂખને ગણેશ પૂજાને કારણે ટ્રોલ કરવામાં આવ્યા હતા. એ સમયે પણ અભિનેત્રી સ્વરા ભાસ્કરે હેટર્સને જવાબ આપતા કહ્યુ હતુ કે અલ્પસંખ્યકો વચ્ચે પણ કેટલાક બેવકૂફ લોકો છે. આપણે રાહત લઈ શકીએ છીએ કે
કે ધર્મમા જુદા હોવા છતા પણ આપણે બેવકૂફીમાં એક છીએ.