રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (14:54 IST)

અલવિદા સિદ્ધાર્થ- સિદ્ધાર્થનો અંતિમ સંસ્કાર વિધિ શરૂ, સિદ્ધાર્થની માતા અને શહેનાઝ ગિલની રડી-રડીને હાલત ખરાબ

સિદ્ધાર્થ શુક્લાનો ગુરૂવારે હાર્ટ અટેકથી નિધન થઈ ગયુ. તેમના નિધન પછી ટીવી ઈંડસ્ટ્રીથી લઈને બૉલીવુડ શોકમાં છે. કોઈના માટે પણ તેના પર વિશ્વાસ કરી શકવુ મુશ્કેલ છે માત્ર 40 વર્ષની ઉમ્રમાં સિદ્ધાર્થ દુનિયા છોડીને ચાલી ગયા. ગુરૂવારે સવારે તેણે કોઈ પ્રતિક્રિયા નહી આપી તો તેણે હોસ્પીટલ લઈ જવાયો જ્યાં ડાક્ટરોએ તેણે મૃત જાહેર કરી દીધું. સિદ્ધાર્થનો પાર્થિવ શરીર આજે સવારે 10-11 વાગ્યે આશરે તેમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન પર પહોંચશે જે પછી તેમનો અંતિમ સંસ્કાર કરાશે. 

- બ્રહ્મા કુમારી વિધિ મુજબ સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર  કરવામાં આવી રહ્યા છે. જ્યાં માત્ર નિકટના લોકો જ હાજર છે. ભીડને કારણે કેટલાક કલાકારોને અંદર જવા દેવામાં આવ્યા નથી. આ દરમિયાન મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. પરંતુ છતાં ભીડમાં કોઈ કમી નથી.
 
-અંતિમ ક્રિયાની શરૂઆત
હાલ અંતિમ ક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકો સતત સિદ્ધાર્થને અલવિદા કહેવા માટે આવી રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાની માતા અને શહેનાઝ ગિલની રડી-રડીને  હાલત ખરાબ છે.

- સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકો પોતાના રીત-રિવાજ પ્રમાણે પૂજાપાઠ શરૂ કર્યા હતા.

- શહનાઝ ગિલ પણ સ્મશાનગૃહ પહોંચી છે. તેની પ્રથમ તસવીર સામે આવી છે, જેમાં તે ખૂબ જ હતાશ અને દુખી  અવસ્થામાં જોવા મળી રહી છે.

- સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ સ્મશાનગૃહ પહોંચી ગયો છે. જ્યાં તેના ફેંસ ભેગા થયા છે.



-  હોસ્પીટલથી સીધા શમશાન લઈ જવાશે પાર્થિવ શરીર 
- બ્રહ્મ સમાજ વિધિથી થશે અંતિમ સંસ્કાર 
- સિદ્ધાર્થના મિત્ર શમશાન પહોંચી રહ્યા છે 
ત્રણ કલાક સુધી ચાલ્યુ પોસ્ટમાર્ટન 
રિપોર્ટ મુજબ એક્ટરના શરીરનો પોસ્ટમાર્ટમ ત્રણ કલાક સુધી ચાલ્યુ. શુક્રવારે મૃતદેહ પરિવારને સોંપાશે. 
ગુરૂવારે ત્રણ વાગ્યે સિદ્ધાર્થ શુક્લાના છાતીમાં દુખાવો થયુ અને તેને ગભરાહટ થઈ રહી હતી.. પોલીસના મતે સિદ્ધાર્થને લઈને મુંબઈના કૂપર હોસ્પીટલ પહોંચ્યા જ્યાં તેને મૃત જાહેર કરી દીધુ હતું.