બજેટ-દેશના દરેક નાગરિકને દર મહિને ફિક્સ રકમ મળશે.

modi in lakhnau
નવી દિલ્હી-| Last Updated: શનિવાર, 21 જાન્યુઆરી 2017 (00:38 IST)

મોદી સરકાર નોટબંધી બાદ દેશભરના લોકોને એક મોટી ભેંટ આપી શકે છે. જે મુજબ દેશના દરેક નાગરિકને દર મહિને ફિક્સ રકમ મળશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આર્થિક સર્વે અને સામાન્ય બજેટમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો બધા માટે શક્ય નહીં બને તો જરૂરિયાતમંદ લોકો કે જેમની પાસે કમાણીના કોઈ સાધન હાલ નથી તેમના માટે આ સ્કિમ લાગુ કરવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત દરેક ખાતામાં 500 રૂપિયા જમા કરાવીને યોજનાની શરૂઆત કરવામાં આવશે. જેનાથી દેશભરના લગભગ 20 કરોડ જરૂરિયાતમંદ લોકોને ફાયદો થશે

તેમણે જણાવ્યુ હતુ કે,
જો આ યોજના લાગુ કરાય તો મોદી સરકારને મોટો રાજકીય લાભ થશે. નોટબંધી બાદ તેઓ ગરીબોના હિતેચ્છુ ગણાવા લાગ્યા છે અને આ સ્કીમ ભારત જેવા દેશ જયાં મોટી વસ્તી દર મહિને નિશ્ચિત આવકથી વંચિત છે તેમના માટે આ જાદુ હશે. અમે ઇન્દોરના આઠ ગામની 6000ની વસ્તી વચ્ચે 2010 થી 2016 વચ્ચે પ્રયોગ કર્યો. જેમાં પુરૂષ-મહિલાને 500 અને બાળકોને મહિને 150 આપ્યા. આ સ્કીમના લાભ બાદ તેઓની આવક વધી ગઇ. દિલ્હીમાં 200 લોકો વચ્ચે આનો પ્રયોગ સફળ રહ્યો


આ પણ વાંચો :