ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (14:13 IST)

Chandrayaan 3 - ચંદ્રયાન -3 થયુ લોંચ, PM મોદીએ આપી શુભેચ્છા, પૂર્વ ઈસરો ચીફે કરી આ વાત

Chandrayaan 3

moon mission

Moon Mission -ISRO Chandrayaan 3 Launch Date and Time Live : ભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3(Chandrayaan-3) ને લોંચ કરવામાં આવ્યુ છે. ચંદ્રયાન 3 બપોરે 2:35 વાગે ચંદ્રમાની તરફ ઉડાન ભરી. તેને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટર પરથી છોડવામાં આવ્યુ છે.  615 કરોડના રોકાણથી તૈયાર થયેલુ આ મિશન લગભગ 50 દિવસની યાત્રા પછી ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પાસે લેંડ કરશે.  ચંદ્રયાન 3 ને મોકલવા માટે ए LVM-3 લૉન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  જો દક્ષિણ ધ્રુવ પર લેન્ડની સોફ્ટ લેંડિંગ થાય છે તો ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. સાથે જ પીએમ મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થશે. 

Chandrayaan 3 launch: ચંદ્રયાન-3 થયુ લોંચ 
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી Chandrayaan3 ચંદ્રમા મિશન લોંચ કર્યુ.  દ્રયાન-3 એક લેંડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડ્યુલથી યુક્ત છે.  જેનુ વજન લગભગ 3900 કિલોગ્રામ છે.   


Chandrayaan-3: ભારત આજે અવકાશમાં વધુ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. આજે ISRO ચંદ્ર પરનું તેનું ત્રીજું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. હવેથી થોડા કલાકો પછી, ચંદ્રયાન-3 બપોરે 2:35 વાગ્યે લોન્ચ થશે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં 25 કલાક પહેલા લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ISROના ફેટ બોય તરીકે ઓળખાતું GSLV માર્ક-III રોકેટ ચંદ્રયાનને અંતરિક્ષમાં લઈ જશે.  પહેલા પૃથ્વીની ઓર્બિટમાં અને પછી ચંદ્રની ઓર્બિટમાં ચક્કર લગાવતા આજથી બરાબર 41 દિવસ પછી, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લેન્ડીંગ 24 થી 25 ઓગસ્ટની વચ્ચે  થશે. 

 
સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 પર  
સમગ્ર વિશ્વની નજર ભારતીય વૈજ્ઞાનિકોના આ મિશન પર ટકેલી છે. ચંદ્રની સપાટી પર ઉતરવાનો ભારતીય વૈજ્ઞાનિકોનો આ બીજો પ્રયાસ છે. જો ભારત ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં સફળ થાય છે, તો તે આ સફળતા હાંસલ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બની જશે. તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ પણ બનશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી થોડે દૂર ક્રેશ થયું હતું. તેથી જ આજે સમગ્ર વિશ્વની નજર આપણા પર ટકેલી છે.

 
ક્રેશ લેન્ડિંગને લઈને પણ તૈયાર છે ચંદ્રયાન-3 
આ વખતે અગાઉના ક્રેશ લેન્ડિંગમાંથી બોધપાઠ લઈને ઈસરોના વૈજ્ઞાનિકોએ તેમાં ઘણા ફેરફારો કર્યા છે. લેન્ડરમાં અનેક રીતે નવા સેન્સર લગાવવામાં આવ્યા છે. તેનું વજન પણ લગભગ 250 કિલો છે. લેન્ડરના પગ પહેલા કરતા વધુ મજબૂત છે. એટલા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત ચંદ્રની સપાટી પર ત્રિરંગો ફરકાવવામાં ચોક્કસપણે સફળ થશે.

 
ચંદ્રયાન-3ને ચાંદ સુધી લઈ જશે બાહુબલી રોકેટ 
અપગ્રેડેડ બાહુબલી રોકેટ એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક-3 ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જવા માટે તૈયાર છે. લોન્ચ થવાના માત્ર 17 મિનિટની અંદર  ચંદ્રયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી જશે, જ્યાંથી તે પૃથ્વીની પરિક્રમા કરશે અને ચંદ્ર તરફ પ્રયાણ કરશે. ત્યાંથી તેની પરીક્ષા શરૂ થશે. આ પછી, સૌથી મોટી પરીક્ષા 24 ઓગસ્ટની રાત્રે જ્યારે તે ચંદ્ર પર ઉતરશે ત્યારે થશે.