ચાઈલ્ડ કેર - વરસાદમાં બાળકોના આરોગ્યનુ ધ્યાન કેવી રીતે રાખશો

rain
Last Modified સોમવાર, 28 જુલાઈ 2014 (15:44 IST)

ગરમી પછી વર્ષાઋતુની સુહાની ઋતુ આવી ગઈ છે. વરસાદ આવતા જ બાળકોનુ ચંચલ મન બહાર જવા માટે મચલી જાય છે. પણ માનસૂન મસ્તીની સાથે સાથે પોતાની સાથે બીમારીઓ પણ લઈને આવે છે. આવામાં તમારે તમારા બાળકોનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

ભીના કપડા તરત બદલો - બાળકોને વરસાદમાં વધુ પલળવા ન દો. જો તેઓ પલળી જાય તો તરત ભીના કપડા બદલી નાખો. વધુ મોડા સુધી ભીના કપડામાં રહેવાથી તેઓ બીમાર પડી શકે છે.

વરસાદમાં પલળી જાય તો સારી રીતે લૂંછો - બાળકો જો વરસાદમાં પલળી જાય તો તેમનુ માથુ અને શરીર સારી રીતે લૂંછો. નહી તો માથામાં ઠંડી બેસી શકે છે. ત્યારબાદ તેમને કંઈક ગરમાગરમ ખવડાવો.

બહારની વસ્તુઓથી પરેજ - બાળકોને બજારની ખુલ્લી વસ્તુઓ ન ખાવા દો અને તેમને ઠંડુ ખાવાનુ પણ ન ખવડાવો.


હાથ ધોઈ નાખો - બાળકોને કંઈ પણ ખવડાવતા પહેલા અને ખાધા પછી હાથ ધોવાની સલાહ આપો. આનાથી તેમના પેટમાં કીટાણુ નહી જાય અને તેઓ સ્વસ્થ રહેશે.

મચ્છરોથી બચાવ - વરસાદની ઋતુમાં મલેરિયા, ડેંગૂ જેવી બીમારીઓ ઝડપથી ફેલાય છે. આવામાં તમારા બાલકોને મચ્છરોથી બચાવો. મચ્છરદાની, એંટીમોસકિટો ક્રીમ અથવા મચ્છરમેટનો પ્રયોગ કરો. સાથે જ તમારા ઘરની આજુ બાજુ પાણી ન જામવા દો અને સાફ સફાઈ રાખો.


આ પણ વાંચો :