શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (13:27 IST)

Covid 19- બાળકની ઈમ્યુનિટી વધારવામાં કામ આવશે આ ટીપ્સ આજથી જ કરવી શરૂ

કોરોના કહેર બાળકોને પણ તીવ્રતાથી તેમની ચપેટમાં લઈ રહ્યો છે. તેથી પેરેંટસ માટે જરૂરી છે કે બાળકોની ઈમ્યુનિટી સ્ટ્રાંગ કરવાની તરફ ધ્યાન આપીએ. જેથી તે આ વાયરસથી બચી શકે. તેમજ બાળકોની 
ઈન્યુનિટી મોટા કરતા નબળી હોય છે. તેથી એક્સપર્ટસ મુજબ તેમની ડેલી ડાઈટમાં કેટલીક હેલ્દી વસ્તુઓને શામેલ કરી તેનાથી બચી શકાય છે. તો ચાલો જાણીએ બાળકો માટે ખાસ ભોજન 
 
હૂંફાણા પાણીથી કોગળા કરાવવા
કોરોનાથી બચવા માટે હૂંફાણા પાણી પીવો ખૂબ ફાયદાકારી હોય છે. તેમજ  હૂંફાણા પાણીમાં 2 ચપટી મીઠુ મિકસ કરી કોગળા કરવો પણ બેસ્ટ છે. તેથી પોતાની સાથે બાળકને પણ દરરોજ 2 વાર કોગળા 
કરાવવા. તેનાથી બાળકની ઈમ્યુનિટી વધવાની સાથે વાયરસની ચપેટમાં આવવાનો ખતરો ઓછુ રહેશે. તે સિવાય ગળા સંબંધી સમસ્યાઓથી પણ આરામ રહેશે. 
 
દૂધમાં મિક્સ કરો આ વસ્તુઓ 
કેસર, હળદર અને કાળી મરીમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ વગેરે ગુણ હોય છે. તેના સેવન કરવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધવામાં મદદ મળે છે. તેમજ ઈન્યુનિટી તીવ્ર હોવાથી રોગોથી લડવાની 
 
શક્તિ મળે છે. તેથી બાળકોને કોરોના કે બીજા રોગોથી બચાવ રહેશે. તેથી તમે બાળકોની ડેલી ડાઈટમાં તેને શામેલ જરૂર કરવી. તેના માટે દૂધમાં ચપટી કેસર કે હળદર નાખી ઉકાળો પછી તેમાં ચપટી કાળી મરી 
પાઉડર મિક્સ કરી બાળકને પીવડાવો. 
 
ચ્યવનપ્રાશ ખવડાવો બેસ્ટ 
ઈમ્યુનિટી વધારવા માટે ચ્યવનપ્રાશ મુખ્ય સ્ત્રોત ગણાય છે. તેમજ એક્સપર્ટસ દ્વારા કોરોના કાળમાં તેના સેવન કરવાની ખાસ સલાહ આપી રહ્યા છે તેથી તમે પણ તમારા બાળકની ઈમ્યુનિટી વધારવાની અને તેને 
રોગોથી સુરક્ષિત રાખવા માટે ચ્યવનપ્રાશ ખવડાવો. 
 
વિટામિન ડીથી ભરપૂર વસ્તુઓ 
ઈમ્યુનિટી સ્ટ્રાંગ કરવા માટે બાળકંની દરરોજ ડાઈટમાં વિટામનડીથી ભરપૂર વસ્તુઓ શામેલ કરવી. એક અભ્યાસ મુજબ તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા તીવ્રતાથી વધે છે. તેથી કોરોના અને સામાન્ય 
શરદી-ખાંસીથી બચાવ રહેશે. તેના માટે બાળકને ઈંડા, ડેયરી પ્રોડ્ક્ટસ, લીલા પાનવાળી શાકભાજી વગેરે ખવડાવો. તે સિવાય દરરોજ 15-20 મિનિટ તડકાથી પણ વિટામિન ડીની કમી પૂરી હોય છે. 
 
ફાસ્ટ ફૂડ નહી હેલ્દી ડાઈટ ખૂબ જરૂરી 
બાળકને વિટામિન, હેલ્દી ફેટસ, પ્રોટીન, કેલ્શિયમ, આયરનથી ભરપૂર વસ્તુઓ ખવડાવો. સાથે જ ફાસ્ટ અને ઑયલી ફૂડસ ખાવા માટે ન આપો. આમ તો કોરોનાકાળમાં બાળક પણ તેમના સ્વાસ્થયના પ્રત્યે 
 
સાવધાન થઈ ગયા છે. પણ જો તમારા બાળક ફાસ્ટ ફૂડસના શોખીન છે તો તેને ક્યારે -ક્યારે અને ઘરે જ કઈક બનાવીને ખવડાવો.