રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 23 મે 2020 (12:46 IST)

અમદાવાદ સિવિલમાં 45 દિવસમાં 35 સગર્ભા સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યો

કોરોનાની કપરી પરિસ્થિતમાં સિવિલ હોસ્પિટલની 1200 બેડમાંથી પ્રસુતિની પ્રસન્નતા સાથે 10 સગર્ભાઓ ધાત્રી માતા બનીને કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફરી હતી. 1200 બેડ હોસ્પિટલના મદદનીશ પ્રધ્યાપકનું કહેવું છેકે, હોસ્પિટલના ગાયનેક વિભાગમાં છેલ્લા 45 દિવસમાં કોરનાગ્રસ્ત 35 સગર્ભાઓ ધાત્રી માતા બનીને આ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. ધાત્રી માતા આફરિન કહે છેકે, રમઝાન કે મહિને મેં અલ્લાતાલા કા ફરિસ્તા હમારે ઘર આયા હૈ. કોરોનાની પરિસ્થિતિમાં સામાન્ય બિમારીમાં પણ હોસ્પિટલ તપાસ અર્થે જવા ઘણાં લોકો સંકોચ અનુભવતા હોય ત્યારે ગર્ભાવસ્થામાં મારી પ્રસુતિને લઇને હું ખુબ જ ચિંતિત હતી. એવામાં ખાનગી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડતા મારી ચિંતામાં વધારો થયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મને શ્રેષ્ઠ સારવાર મળી રહી અને મારા ઘરે બાળકનો જન્મ થયો. સિવિલ હોસ્પિટલમાં ખુબ જ સરસ સારસંભાળ રાખવામાં આવે છે, તેમજ મારા ભોજનથી લઇને બાળકની સારસંભાળ સુધીની વ્યવસ્થામાં બાળકને ચેપ ન લાગે તેની પુરી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વસ્છતા પણ ખુબ જ સરસ રાખવામાં આવે છે, તેમજ અહીના તબીબથી લઇને તમામ કોરોના વોરિયર્સ ખુબ જ સહયોગી રહ્યા છે. અન્ય એક કોરોનાગ્રસ્ત ધાત્રીમાતા સેજલબેનના પતિ વિરેન્દ્ર પાટીલ કહે છેકે, સિવિલ હોસ્પિટલ એ ભગવાનનું મંદિર હોય તેમ સાબિત થયું છે અહિંના તબીબોએ સતત સખત પરિશ્રમ સાથે સંવેદનશીલ અભિગમ દાખવીને મારા પત્નીની સારવાર કરી જેના કારણે સ્વસ્થ દિકરાનો જન્મ થયો છે.