ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: હૈદરાબાદ. , મંગળવાર, 4 મે 2021 (18:37 IST)

કોરોના વાયરસ - જાનવરોમાં પણ ફેલાય રહ્યો છે કોરોના ? 8 સિંહમાં દેખાયા કોરોનાના લક્ષણ

દેશભરમાં કોરોનાને કારણે કોહરામ મચ્યો છે.  આ દરમિયાન સમાચાર છે કે હવે જાનવરોમાં પણ કોરોનાના લક્ષણ જોવા મળવા લાગ્યા છે. હૈદરાબાદના નેહરુ જુલોજિકલ પાર્કમાં 8 એશિયાઈ સિંહમાં કોરોનાના લક્ષણ દેખાયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે 29 એપ્રિલના રોજ સેંટર ફોર સેલ્યુલર એંડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)એ નેહરઉ જુલોજિકલ પાર્કના અધિકારીઓએ જણાવ્યુ કે આરટી-પીસીઆર ટેસ્ટમાં 8 સિંહ પોઝીટિવ મળ્યા છે. જો કે અત્યાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 
 
જુલોઝિકલ પાર્કના ડાયરેક્ટર ડોક્ટર સિદ્ધાનંદ કુકરેતીએ પોતે કહ્યુ છે કે સિંહમાં કોરોનાના લક્ષણ દેખાય છે ડોકટર કુકરેતીએ કહ્યુ, આ સત્ય છે કે સિંહમાં કોરોનાના લક્ષણ દેખાય છે પણ અમે હાલ આ સિંહની CCMB સાથે આરટી-પીસીઆર (RT-PCR) રિપોર્ટ મળવી બાકી છે. રિપોર્ટ મળ્યા પછી જ આ વિશે માહિતી આપવામાં આવશે. 
 
વાઈલ્ડલાઈફ રિસર્ચ એંડ ટ્રેનિંગ સેંટર (ડબલ્યુઆરટીસી)ના નિદેશક ડોક્ટર શિરીષ ઉપાધ્યાયે કહ્યુ કે બ્રૉંક્સ જૂ માં કોરોના વાયરસ માટે આઠ વાઘ અને સિંહની ચકાસણી પછી એવી કોઈ રિપોર્ટ સામે આવી નથી. તેમણે કહ્ય કે, વાયરસ હોંગકોંગમાં કૂતરા અને બિલ્લીઓમાં જોવા મળ્યો હતો.