શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2022 (14:02 IST)

Babar Azam Breaks Virat Kohli Record: બાબર આઝમે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, માત્ર 13 દાવમાં બનાવી નાખ્યા આટલા રન

virat kohli babar aazam
Babar Azam News: પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમે વિરાટ કોહલીનો એક વધુ રેકોર્ડ તોડી નાખ્યો. તેઓ વનડેમાં કપ્તાન તરીકે સૌથી ઝડપી 1000 રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે.  આઝમે બુધવારે મુલ્તાન  ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ પ્રથમ એકદિવસીય મેચ દરમિયાન આ ઉપલબ્ધિ મેળવી. કોહલીએ જાન્યુઆરી 2017માં ઈગ્લેંડ વિરુદ્ધ ભારતની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન પોતાની 17મી મેચમાં આ ઉપલબ્ધિ મેળવી. 
 
બાબર આઝમને જોઈતા હતા 98 રન -  બાબરને કોહલીને પછાડવા માટે 98 રનની જરૂર હતી અને આ માટે તેની પાસે ચાર ઇનિંગ્સ હતી. જોકે, જમણા હાથના બેટ્સમેને પહેલી જ ODIમાં કોહલીને પાછળ છોડી દીધો હતો. પાકિસ્તાનના ODI કેપ્ટન તરીકે, 27 વર્ષીય ખેલાડીએ 13 ઇનિંગ્સમાં 91.36ની એવરેજથી 1005 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેના નામે છ સદી અને 3 અડધી સદી છે, જ્યારે તેની સ્ટ્રાઈક રેટ 103.71 છે.
 
બાબર આઝમે સદી ફટકારી બાબરે 107 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 103 રન ફટકારીને યજમાન ટીમને પાંચ વિકેટથી વિજય અપાવ્યો હતો. જોકે, ખુશદિલ શાહ જ હતા જેમણે દબાણ હેઠળ 23 બોલમાં અણનમ 41 રન કરીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
 
નંબર  વન રેકિંગ બેટ્સમેન છે બાબર આઝમલાહૌરમાં જન્મેલા બાબર હાલમાં ODI અને T20I બંનેમાં નંબર 1 ક્રમાંકિત બેટ્સમેન છે. યુવાએ 87 વનડેમાં 59.78ની એવરેજથી 4364 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 90.42 છે, જ્યારે તેના નામે 17 સદી અને 18 અડધી સદી છે.