શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (22:28 IST)

INDvsAUS : મોહમ્મદ સિરાઝની આંખમાં આંસુ, ઑસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 166 રન

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટ મૅચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી)માં રમાઈ રહી છે. પ્રથમ દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ બેટિંગ લઈ હાલ 166 રન કર્યાં છે અને 2વિકેટ ગુમાવી છે. વરસાદને કારણે ચાર કલાકની રમત શક્ય બની નહોતી. દરમિયાન મૅચ પૂર્વે નેશનલ ઍન્થમ વખતે મોહમ્મદ સિરાઝની આંખોમાં એક ગર્વના આંસુ આવી ગયા હતા.
 
નવદીપ સૈની પ્રથમ વાર ટેસ્ટમાં રમશે
 
ભારતીય ટીમ અજિંક્ય રહાણેની કૅપ્ટન્સી હેઠળ ટેસ્ટ આ મૅચ રમાઈ રહી છે. ભારતીય ટીમની વાત કરીએ તો મયંક અગ્રવાલના સ્થાને ભારતીય ટીમમાં રોહિત શર્મા ત્રીજી ટેસ્ટમાં રમશે અને ઑપનિંગ કરી શકે છે. ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગની શરૂઆત કરી શકે છે. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે રોહિત શર્મા વન-ડે અને ટી-20 સિરીઝમાં રમી શક્યા નહોતા. તેઓ એડીલેડ અને મેલબર્ન ટેસ્ટમાં પણ રમી શક્યા નહોતા.
 
ઈજાગ્રસ્ત ભારતીય બૉલર ઉમેશ યાદવની જગ્યાએ ફાસ્ટ બૉલર નવદીપ સૈનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર શાર્દૂલ ઠાકુર અથવા ટી. નટરાજનને ઉમેશ યાદવની જગ્યાએ લેવાની વાત હતી, પરંતુ ટીમ મૅનેજમૅન્ટ દ્વારા સૈનીની પસંદગી કરવામાં આવી છે. સિડની ટેસ્ટથી નવદીપ સૈની પોતાની ટેસ્ટ કારર્કિદીની શરૂઆત કરી છે. જસપ્રીત બુમરાહે તેમને ટેસ્ટ કૅપ આપી હતી.  ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે જો બર્ન્સના સ્થાને ડેવિડ વૉર્નરને ટીમમાં સ્થાન આપ્યું છે.
 
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં એડીલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચ ઑસ્ટ્રેલિયાએ આઠ વિકેટથી જીત મેળવી હતી.
 
મેલબર્ન ટેસ્ટમાં ભારતે બહુ સારું પ્રદર્શન કર્યું હતું અને અને અજિંક્ય રહાણેની કૅપ્ટનશિપમાં ભારતીય ટીમે આઠ વિકેટે મૅચ જીતી હતી. ઉલ્લેખનીય છે કે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ચાર ટેસ્ટ મૅચ રમાવાની છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી)માં ભારત અને ઑસ્ટ્રલિયા વચ્ચે અત્યાર સુધી 12 ટેસ્ટ મૅચ રમાઈ છે, જેમાં માત્ર એક વખત ભારતને જીત મળી છે. બિશનસિંહ બેદીની કૅપ્ટનશિપમાં ભારતીય ટીમ 1978માં અહીં ટેસ્ટ જીતવામાં સફળ થઈ હતી. ઑસ્ટ્રેલિયા પાંચ વખત અહીં જીત્યું છે અને 6 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.