રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (10:55 IST)

બીજી T20 મેચ માટે ગુવાહાટી પહોંચી ટીમ ઈંડિયાનુ ભવ્ય સ્વાગત, વિરાટ કોહલીની ફોટો બની ચર્ચાનો વિષય

ટીમ ઈંડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આગામી ટી20 મેચ ગુવાહાટીમાં રમાશે. મેચ માટે અહી પહોંચેલ ભારતીય ટીમનો અલગ અંદાજમાં સ્વાગત થયુ. એયરપોર્ટ પર જ ખેલાડીઓને પારંપારિક ટોપી પહેરાવવામાં આવી.  હોટલ પહોંચતા ખેલાડીઓને તિલક લગાવીને શૉલ ભેટ કરવામાં આવી.  ટીમ ઈંડિયાના ખેલાડીઓના ભવ્ય સ્વાગત વચ્ચે કપ્તાન વિરાટ કોહલીની એક તસ્વીર પર લોકોએ મજાક કરી. ઉલ્લેખનીય છેકે જે હોટલમાં ટીમને રોકાવવાનુ છે એ હોટલમાં ખેલાડીઓનુ શાનદાર સ્વાગત થયુ. હોટલ સ્ટાફે ખેલાડીઓને પારંપારિક આસામી શૉલ પહેરાવીને સ્વાગત કર્યુ.  વિરાટ કોહલીનુ પણ સ્વાગત થયુ. જ્યારે ઈંડિયન કેપ્ટન હોટલ સ્ટાફની તરફ જોઈ રહ્યા હતા ત્યા જ કેમરા ક્લિક થઈ ગયો. તસ્વીર જોઈને લાગે છે કે વિરાટ એ છોકરીને તાકી રહ્યો છે.  જો કે વીડિયો જોઈને લાગે છે કે આ તસ્વીર કેમરાના કેપ્ચર મોમેંટની કમાલ છે.