ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2023 (23:48 IST)

WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું

mumbai indians
WPL Cricket Score, Gujarat Giants vs Mumbai Indians : વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈની ટીમે ધમાકેદાર જીત મેળવી હતી. તેણે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી.

 
GG W vs MI W : મુંબઈની મોટી જીત 
 
મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરી. તેણે પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈની મજબૂત ટીમ સામે ગુજરાતના ખેલાડીઓ હાંફળા-ફાંફળા દેખાતા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરની તોફાની અડધી સદી અને સાયકા ઈશાકની કિલર બોલિંગે ટીમને જીત અપાવી હતી. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી.
 
મુંબઈ સામે ગુજરાતની શર્મનાક હાર
મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તેણે 30 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હીલી મેથ્યુસે 31 બોલમાં 47 અને એમેલિયા કેરે 24 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જ્યારે ગુજરાત માટે માત્ર દયાલન હેમલતા અને મોનિકા પટેલ જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. હેમલતાએ 23 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા. તેણે બાઉન્ડ્રી ફટકારી. હેમલતાના બેટમાંથી બે છગ્ગા પણ નીકળ્યા હતા. મુંબઈ તરફથી સાઈકા ઈશાકે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.