રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (10:01 IST)

પ્રયાગરાજમાં એકવાર ફરી 5 લોકોની હત્યાથી મચ્યો હડકંપ, ઘટના પછી ઘરમાં લગાવી આગ

પ્રયાગરાજ. સંગમ નગરી પ્રયાગરાજના થરવઈ પોલીસ મથક ક્ષેત્રના ખેવરાજપુર ગામમાં શુક્રવારે એક જ પરિવારના 5 લોકોની હત્યાથી સનસની ફેલાઈ ગઈ. એવુ બતાવાય રહ્યુ છે કે આરોપીઓએ ઈટ પત્થરથી મારીને હત્યા કર્યા બાદ મૃતકના ઘરમાં આગ લગાવી દીધી. બીજી બાજુ એક 5 વર્ષની બાળકી પર પણ હુમલો કર્ય છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ મુજબ ઘટનામાં 5 વર્ષની બાળકી સાક્ષી પુત્રી સુનીલ ઘાયલ થઈ છે. તેને પ્રયાગરાજના સ્વરૂપરાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળ પર પહોચીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 
 
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે થરવઈ પોલીસ મથક હેઠળ ખેવરાજપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. એસપી ગંગા પાર ક્ષેત્રાધિકારી સહિત મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે ઘટના પર પહોંચ્યા. સાથે જ ઘટનાની સૂચના જીલ્લાધિકારી સંજય ખત્રી અને એસએસપી પ્રયાગરાજ અજય કુમારને પણ આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રયાગરાજ સંજય ખત્રી અને એસએસપી પ્રયાગરાજ અજય કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બીજી તરફ સ્નિફર ડોગ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ તમામ મૃતકો ઘરના વરંડામાં સૂતા હતા. સાથે જ ઘરની અંદરથી ધુમાડો પણ નીકળતો જોવા મળ્યો છે. જેને પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બુઝાવી દેવામાં આવી હતી. જો કે આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
 
મૃતકોના નામ 
 
રાજ કુમાર 55 પુત્ર સ્વર્ગી.રામ અવતાર
 
કુસુમ દેવી 53 વર્ષની પત્ની રાજકુમાર
 
મનીષા કુમારી 25 વર્ષની વિકલાંગ પુત્રી રાજકુમાર
 
સવિતા 23 વર્ષ સુનીલ કુમાર
 
મીનાક્ષી 2 વર્ષનો પુત્ર સુનીલ કુમાર
 
ઉલ્લેખનીય છે કે યુપીના પ્રયાગરાજ જિલ્લામાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. મોટાભાગની ઘટનાઓ ગંગાપર વિસ્તારમાં બની રહી છે. આ પહેલા થોડા દિવસો પહેલા નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના બની હતી. એક જ પરિવારના પાંચ સભ્યોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. જેમાં પતિ-પત્ની અને તેમની ત્રણ પુત્રીઓ હતી.